* વટવા પોલીસે હિસ્ટ્રીશીતર ની કરી ધરપકડ
* આરોપીએ 30 થી વધુ ચોરીને આપ્યો અંજામ
* અગાઉ પાસા પણ ભોગવી ચુક્યો છે આરોપી
* એરકુલર અને ગેસના બાટલા તથા મોબાઈલ ફોનની કરતો ચોરી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદય રંજન/અમદાવાદ : 30 થી વધુ જગ્યાએ ખાસ ગેસના બાટલા ચોરી કરનાર આરોપી આખરે ઝડપાયો. આરોપી મૂળ હિસ્ટ્રીશીટર છે અને પોલીસના નાકે દમ લાવી દીધો હતો. આરોપીની સાથે ચોરીમાં મદદ કરનાર સગીર સામે પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કોણ છે આ સાબિર બાટલો અને શું છે તેનો ગુનાહિત ઇતિહાસ તે જાણવું ખુબ જ રોચક હતું. 


Surat Municipal Corporation ની મોટી જાહેરાત, શહેરમાં City Bus અને BRTS નહીં દોડાવાય


સાબિર ઉર્ફે બાટલો રંગરેજને લોકો પૂર્વ વિસ્તારમાં બાટલો નામથી ઓળખતા હતા. કારણ કે તે અનેક વિસ્તારોમાં માત્ર ગેસના બાટલાની જ ચોરી કરતો. એક સગીર સાથે મળીને તે ચોરી કરવા નીકળતો. સગીર વાહન પર સાબિર ઉર્ફે બાટલાને લઈ જાય અને આસપાસમાં ધ્યાન રાખતો અને સાબિર ગણતરીની મિનિટોમાં ગેસનો બાટલો ચોરી વાહન પર ફરાર થઈ જતો. મૂળ કિંમત થી ઓછી કિંમતમાં આ ગેસના બાટલા તે વેચી દેતો.


ફરી એકવાર નીતિન પટેલનો રમૂજી અંદાજ વિધાનસભામાં જોવા મળ્યો, કટિંગ ચાને લઈને કરી મસ્તી


આરોપી પાસેથી પોલીસે 15 ગેસના બાટલા, એક એલસીડી ટીવી, એરકુલર, વેલ્ડીંગ મશીન અને ડ્રિલ મશીન સાથે ત્રણ મોબાઈલ ફોન મળી 1.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીએ વટવા, ઇસનપુર, નારોલ દાણીલીમડા જેવા વિસ્તારોમાંથી બે વર્ષ દરમિયાનમાં આ ચોરીઓને અંજામ આપ્યો છે. આ આરોપી અગાઉ પણ પોલીસ પકડમાં આવ્યો હતો અને પાસામાં પણ ધકેલાયો હતો. પણ ફરી બહાર પોતાના વિસ્તારમાં આવીને તેણે આ ચોરીઓને અંજામ આપવાનું શરૂ કરી દીધું.


26 વર્ષ બાદ ભાજપને મળી ભરૂચ જિલ્લા પંચાયતમાં સત્તા, પ્રમુખ અને ઉપપ્રમુખ કરાયા જાહેર


આરોપી આ ચોરીનો મુદ્દામાલ વેચી પોતાના મોજશોખ પુરા કરતો. આટલું જ નહીં પણ તે પરિવારજનોને પણ આ જ ચોરીના મુદામાલ વેચી તેઓના શોખ પુરા કરાવતો. જેથી આગામી સમયમાં તેની સામે પાસા સહિતની કાર્યવાહી પણ કરાશે અને જો અન્ય કોઈ સાગરીત કે પરિવારના સભ્યો પણ સંડોવાયેલા હશે તો તે લોકો સામે પણ કાર્યવાહી કરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube