ફોન પર કપડાં ઉતાર્યાને છોકરી 2.69 કરોડ ખંખેરી ગઈ, અમદાવાદના બિઝનેસમેનને ભારે પડ્યો VIDEO CALL
અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં રહેતા એક બિઝનેસમેનને રાતના સમયે કોઈ યુવતીનો ફોન આવ્યો હતો અને તેણે મોરબીથી વાત કરતી હોવાનું જણાવ્યું હતું. આ સમયે એકાએક આવેલા ફોનને પગલે બિઝનેસમેને તેની સાથે વાત કરતાં જ યુવતીએ તેમને જાળમાં ફસાવી લીધા હતા.
અમદાવાદ: અજાણી લિન્ક પર ક્લિક ન કરવાની અનેકવાર ચેતવણીઓ છતાં લોકો ક્લિક કરવાનું ચૂકતા નથી. તંત્ર વારંવાર ચેતવણીઓ આપી રહ્યું છે. ગુજરાતમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. સોશિયલ મીડિયા પર મેસેજ કરીને ભોળવીને વીડિયો કોલ બાદ વર્ચ્યુઅલ સેક્સની જાળમાં ફસાવીને વીડિયો ક્લીપના નામે વાયરલ કરવાને નામે લાખો રૂપિયા વસૂલાઈ રહ્યાં છે.
ન ઉપાડતા જ નગ્ન થઈ ગઈ સ્વરૂપવાન યુવતી, વીડિયો જોવાના ચક્કરમાં વેપારીના કરોડો ગયા!
આ નવાઈની બાબત નથી. ગુજરાતમાં આ પ્રકારના સતત કેસ વધી રહ્યાં છે. આ જાણવા છતાં લોકો ખૂબસુરત છોકરીઓના ફોટોગ્રાફ જોઈને લલચાઈ જાય છે. આવો જ એક કેસ અમદાવાદમાં નોંધાયો છે. શહેરના એક બિઝનેસ મેનને વીડિયો કોલ પર વર્ચ્યુઅલ સેક્સની જાળમાં ફસાવીને તે વીડિયો ક્લીપ વાયરલ કરવાની ધમકી આપીને 2.69 કરોડ રૂપિયા પડાવી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગુજરાતમાં ફરી ઠંડી ભૂક્કા કાઢશે! ઉત્તરાયણમાં પવન મઝા બગાડશે કે ડબલ કરશે?
અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં રહેતા એક બિઝનેસમેનને રાતના સમયે કોઈ યુવતીનો ફોન આવ્યો હતો અને તેણે મોરબીથી વાત કરતી હોવાનું જણાવ્યું હતું. આ સમયે એકાએક આવેલા ફોનને પગલે બિઝનેસમેને તેની સાથે વાત કરતાં જ યુવતીએ તેમને જાળમાં ફસાવી લીધા હતા. આ દરમિયાન વાત આગળ વધતાં યુવતીએ વીડિયો કોલ કરીને કપડાં કાઢી નાખ્યા હતા અને બિઝનેસમેનના પણ કપડાં કઢાવી નાખ્યા હતા.
આ વીડિયો રેકોર્ડ થઈ ગયા બાદ યુવતીએ સીધા 50 હજારની માગણી કરી હતી. બિઝનેસમેને સમાજમાં ઈજ્જત જવાના ડરથી 50 હજાર રૂપિયા યુવતીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા પણ આ સિલસિલો આટલેથી અટક્યો નહોતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી આ ચીટર ગેંગે પૈસા વસૂલવાની શરૂઆત કરી દીધી હતી.
અમદાવાદના આ બિઝનેસમેનને એટલી હદે ડરાવી દીધા હતાં કે તેઓ દરેક ફોન કોલ બાદ રૂપિયા ટ્રાન્સફર કરી દેતા હતાં. આટલું ઓછું હોય તેમ બોગસ પોલીસ અધિકારીઓની આ પ્રકરણમાં એન્ટ્રી થઈ હતી. આ કેસમાં દિલ્હી સાયબર ક્રાઈમના એક પીઆઈના નામે આવેલા ફોનમાં તમે જે યુવતી સાથે વીડિયો કોલ પર વાત કરી છે તેણે આત્મહત્યા કરવાની કોશિષ કરી છે. તેને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.
આ જાદુ નહીં, વિજ્ઞાન છે! ગુજરાતના બાળ વૈજ્ઞાનિકોએ હાથ ધર્યો એવો પ્રોજેક્ટ કે....
આ યુવતીએ આત્મહત્યા કરવા પાછળ તમારૂ નામ આગળ ધર્યું છે. એટલે તો બિઝનેસમેન વધારે ડરી ગયા હતા. તેઓ સમજી જ ના શક્યા હતા કે આ એક ચીટિગ કોલ છે. ફોન કરનારે પોલીસની ઓળખ આપીને બિઝનેસમેનને આ કેસમાંથી બહાર નીકળવા માટે 80 લાખ રૂપિયા પડાવી લીધા હતા.
આ ગેંગે આટલેથી પણ ન અટકતાં અમદાવાદના આ વેપારીને અલગ અલગ પ્રકારના પોલીસ અધિકારીઓ અને સીબીઆઈ તથા સાયબર ક્રાઈમ સહિતના વિભાગોના અધિકારીઓની ઓળખ આપીને 2.69 કરોડ ખંખેરી લીધા હતાં. બિઝનેસમેને જ્યાં સુધી બન્યું ત્યાં સુધી રૂપિયા આપતા ગયા પણ હવે તેઓ કંટાળતાં સીધા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. જ્યાં તેમને આ ચીટર ગેંગ સામે ફરિયાદ નોંધાવી છે.
પાછી ઠેલાશે ધો.9થી 12ની પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડને કેમ લેવો પડ્યો મોટો નિર્ણય?
+
પોલીસે પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ખુલ્લેઆમ સાયબર ક્રાઈમ પોલીસ આ પ્રકારના ફેંક કોલથી દૂર રહેવાનું કહે છે આમ છતાં લોકો ભરાઈ જાય છે. આ ગેંગ તમારો વીડિયો બનાવીને તમારી ફેમિલી અને સોશિયલ મીડિયાના અલગ અલગ ગ્રૂપોમાં વાયરલ કરી દેવાના નામે કરોડો રૂપિયા વસૂલી લે છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા 68 વર્ષીય વૃદ્ધ એક મોટી કંપનીના માલિક છે અને કરોડોનું ટર્નઓવર ધરાવે છે. તેઓ પોતાની પત્ની સાથે પોશ વિસ્તારમાં રહે છે. આ વૃદ્ધની સાથે ઉંમરના પડાવે હનીટ્રેપના શિકાર થયા અને સમાજમાં આબરૂ જવાની બીકે તેમણે અનેક લોકોને રૂપિયા ચૂકવવા શરૂ કરી દીધા હતા. અંદાજે 2.68 કરોડ રૂપિયા તેમણે અલગ અલગ લોકોને ચૂકવી આપ્યા છે.
કેવી રીતે યુવતીએ બનાવ્યા શિકાર!
હાય.. હેલ્લો મેસેજ પછી સીધો વીડિયો કોલથી શરૂ થયો હનીટ્રેપનો ખેલ... એક દિવસ આ વૃદ્ધ પોતાના ઘરે એકલા હતા, ત્યારે મોરબીની એક યુવતીએ તેમના મોબાઈલ પર વ્હોટ્સએપ મેસેજ કર્યો અને હાય લખ્યું હતું. ત્યારબાદ યુવતીની મીઠી મીઠી વાતોમાં ભેરવાઈને થોડા મોહી પડ્યા હતા. તેમણે પણ સામે હેલ્લો કરીને જવાબ આપ્યો હતો. ત્યારબાદ યુવતીએ પોતાની થોડી ઓળખાણ આપીને હું તમારી સાથે વાતો કરવા માંગું છું અને શું તમે મારી સાથે વાતો કરશો. કહીને ઈમોશનલ મેસેજ કર્યા હતા. ત્યારબાદ યુવતીએ વીડિયો કોલ કર્યો અને વૃદ્ધે ફોન ઉપાડ્યો. બસ આટલે શરૂ થયો ખેલ.
યુવતીએ સેક્સની માગ કરીને કપડાં ઊતર્યાં અને ઊતરાવ્યાં
યુવતીએ પછી વૃદ્ધની પાસે સેક્સની માંગ કરી હતી અને કહ્યું, હું તમારી સાથે ફોન સેક્સ કરવા માગુ છું. ઘણા લોકો સાથે ફોન સેક્સ કરું છું અને આટલું કહેતાં-કહેતાં યુવતી પોતાનાં કપડાં ઉતારવા લાગી હતી. એક પછી એક શરીર પરથી કપડાં ઉતારી રહી હતી અને બિઝનેસમેન વૃદ્ધ યુવતીની મોહપાશમાં ફસાયા. પછી યુવતીએ કપડાં ઉતર્યા બાદ વૃદ્ધને કપડાં ઉતારવાનું કહ્યું. ત્યારબાદ યુવતી જેમ કહેતી ગઈ એમ વૃદ્ધ કરતા ગયા અને એક પછી એક કપડાં ઉતારવા લાગ્યા. એક મિનિટ સુધી આ સમગ્ર વીડિયો કોલમાં બંને તરફથી કપડાં ઉતારતાં ગયાં અને વૃદ્ધને ખબર નથી કે આ સમગ્ર વીડિયોનો સ્ક્રીન રેકોર્ડિંગ થઈ ગયું છે.
વીડિયો કોલ કટ થયો, અને ક્લિપ મોબાઈલમાં સેન્ડ થઈ
થોડીવાર બાદ આ વીડિયો કોલની ક્લિપ આ બિઝનેસમેનને વ્હોટ્સએપ પર મોકલી આપી હતી. યુવતીએ એને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને પહેલા તો 50 હજારની માગ કરી હતી. જેથી આ બિઝનેસમેને ડરના માર્યા 50 હજાર ટ્રાન્સફર કર્યા હતાં. ત્યાર બાદ યુવતીનો નંબર બ્લોક કરી દીધો હતો.