અમદાવાદ: નશામાં ધુત્ત વૃદ્ધ વકીલે આશ્રમરોડ પર અકસ્માતોની વણઝાર સર્જી
શહેરના આશ્રમ રોડ પર એક વૃદ્ધ કાર ચાલકે વારાફરતી 7 લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાઇ રહ્યા છે. પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધારે તપાસ આદરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ આશ્રમ રોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસે એક વૃદ્ધ નશાની હાલતમાં હોન્ડા બ્રિયો કાર લઇને ઇન્કમટેક્સથી વિદ્યાપીઠ તરફ આવતા હતા. આ દરમિયાન વારાફરતી 7 લોકોને અડફેટે લીધા હતા.
અમદાવાદ: શહેરના આશ્રમ રોડ પર એક વૃદ્ધ કાર ચાલકે વારાફરતી 7 લોકોને અડફેટે લીધા હતા. જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાઇ રહ્યા છે. પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધારે તપાસ આદરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ આશ્રમ રોડ પર ગુજરાત વિદ્યાપીઠ પાસે એક વૃદ્ધ નશાની હાલતમાં હોન્ડા બ્રિયો કાર લઇને ઇન્કમટેક્સથી વિદ્યાપીઠ તરફ આવતા હતા. આ દરમિયાન વારાફરતી 7 લોકોને અડફેટે લીધા હતા.
હમ તો નહી સુધરેગે: 2 દિવસમાં માસ્ક નહી પહેરવા બદલ ગુજરાતીઓએ 2.42 કરોડ રૂપિયા ચુકવ્યા
કારની સ્પીડ એટલી વધારે હતી કે, સૌથી પહેલા એક એક્ટિવા, ત્યાર બાદ એક કાર અને રિક્ષા, ત્યાર બાદ બે એક્ટિવાને અડફેટે લીધા હતા. ત્યાર બાદ કાર આગળ જઇને ફુટપાથ પર ચડીને ઉભી રહી ગઇ હતી. લોકોએ કારમાંથી વૃદ્ધ ડ્રાઇવરને પકડીને માર માર્યો હતો. કેટલાક ઉશ્કેરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી. વિદ્યાપીઠ પાસે અકસ્માતની ઘટના નજરે જોનારા લોકોનાં અનુસાર વૃદ્ધે ખુબ જ દારૂ પીધેલો હતો. તેણે એક ફછી એક અકસ્માતોની વણઝાર સર્જી હતી.
Gujarat Corona Update: રાજ્યમાં નવા 1223, 1403 સાજા થયા, 13 દર્દીઓનાં મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, આશ્રમ રોડ પર અકસ્માતની વણઝાર સર્જનાર કાર ચાલક પાસેથી મળી આવેલા ઓળખકાર્ડ પરથી તે વકીલ અને ઇન્કમટેક્સ બાર એસોસિએશન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. લોકો અકસ્માત બાદ ખુબ જ રોષમાં હતા. જો કે ગાડીમાંથી વૃદ્ધ નિકળતા ટોળું શાંત રહ્યું હતું. જો કોઇ યુવાન હોત તો તેને સારો એવો મેથીપાક ચખાડવામાં આવ્યો હોત તેવું સ્થાનિકો અને અકસ્માત નજરે જોનારાઓએ જણાવ્યું હતું. હાલ તો પોલીસે આરોપી વૃદ્ધની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube