હમ તો નહી સુધરેગે: 2 દિવસમાં માસ્ક નહી પહેરવા બદલ ગુજરાતીઓએ 2.42 કરોડ રૂપિયા ચુકવ્યા
Trending Photos
અમદાવાદ : રાજ્યમાં કોરોનાનો આંકડો ધીમે ધીમે વધતો જઇ રહ્યો છે. જો કે લોકો નિયમોના પાલન બાબતે હજી પણ બેદરકાર છે. તો બીજી તરફ પોલીસ અને કોર્પોરેશન તંત્ર દ્વારા લોકોમાં જાગૃતિ માટેનો પ્રયાસ તો થઇ જ રહ્યો છે પરંતુ સાથે સાથે નિયમોનું પાલન નહી કરનારા લોકો વિરુદ્ધ લાલ આંખ પણ કરવામાં આવે છે. હાલ કોરોના વેક્સિન ન આવે ત્યાં સુધી માસ્ક જ માત્ર વેક્સિન છે તેવું સરકાર વારંવાર કહી રહી છે. તેમ છતા પણ લોકો બેકાળજી રાખીને માસ્ક વગર બહાર ટહેલવા માટે નિકળી પડતા હોય છે.
પોલીસ દ્વારા 9-10 ડિસેમ્બરે રાજ્યમાં માસ્ક નહી પહેરનારા લોકો પાસેથી 2.42 કરોડ રૂપિયા દંડ પેટે વસુલ્યા છે. આ ઉપરાંત જાહેરનામા ભંગના ગુના બદલ કુલ 1071 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 1566 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા નિયમોનું પાલન નહી કરનારા લોકો પાસેથી 9 ડિસેમ્બરે કુલ 583 ગુનાઓ દાખલ કરાયા છે. માસ્ક નહી પહેરનારા તેમજ જાહેરમાં થુંકનારા 12 હજાર 240 લોકો પાસેથી 1 કરોડ 21 લાખ 92 હજાર 500 રૂપિયા દંડ વસુલાયો છે. આ ઉપરાંત કર્ફ્યૂ ભંગ અને મોટર વેહીકલ એક્ટ 207ની જોગવાઇઓના ભંગ બદલ 761 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા.
સરકારનો નવો ફતવો: જો CORONA કાળમાં લગ્નનું આયોજન કરી રહ્યા છો તો વાંચો અહેવાલ
10 ડિસેમ્બરે આ જ જાહેરનામા ભંગના કુલ 488 ગુનાઓ દાખલ કરીને માસ્ક નહી પહેરનારા તથા જાહેરમાં થુંકનારા 12344 વ્યક્તિઓ પાસેથી 1 કરોડ 22 લાખ 87 હજાર રૂપિયાનો દંડ વસુલાયો હતો. 805 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાલી અમદાવાદમાં જ આઠ મહિનાના કોરોના કાળમાં જાહેરનામા ભંગની 32 હજારથી વધારે ફરિયાદો નોંધાઇ હતી. તો આઠ મહિનામાં માસ્ક નહી પહેરવા બદલ 2.78 લાખ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે