ગુજરાતમાં ગુંડારાજ? અમદાવાદ, અમરેલી અને સુરતમાં જ્વેલર્સની દુકાનોમાં ફિલ્મી સ્ટાઇલે લાખો રૂપિયાની લૂંટ
શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસેને દિવસે કથળતા જઇ રહ્યા છે. હવે ગુજરાતમાં પણ હથિયારો બતાવીને લૂંટની ઘટનાઓ અને ફાયરિંગની ઘટનાઓ સામે આવવા લાગી છે. ઠક્કરનગરમાં પાન મસાલાના હોલસેલના વેપારી પર ફાયરિંગની ઘટનાની સ્યાહી સુકાઇ નથી ત્યાં નિકોલ વિસ્તારમાં ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટની ઘટના બની છે. ઘટના અંગે માહિતી મળતા નિકોલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસેને દિવસે કથળતા જઇ રહ્યા છે. હવે ગુજરાતમાં પણ હથિયારો બતાવીને લૂંટની ઘટનાઓ અને ફાયરિંગની ઘટનાઓ સામે આવવા લાગી છે. ઠક્કરનગરમાં પાન મસાલાના હોલસેલના વેપારી પર ફાયરિંગની ઘટનાની સ્યાહી સુકાઇ નથી ત્યાં નિકોલ વિસ્તારમાં ઉમિયા સર્કલ પાસે આવેલા વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટની ઘટના બની છે. ઘટના અંગે માહિતી મળતા નિકોલ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
તમને ખબર પડી? ધરતીકંપથી ધણધણ્યું સૌરાષ્ટ્ર! આ વિસ્તારોમાં ધરતીકંપથી ફફડાટ
અમદાવાદમાં હથિયાર બતાવીને સતત બીજા દિવસે પૂર્વ વિસ્તારમાં લૂંટની ઘટના બની છે. સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ દુકાનમાં ગ્રાહક નહોતા ત્યારે સ્કુટર પર આવેલા ચાર શખ્સો દ્વારા દુકાનમાં ઘુંસી જઇને લૂંટ ચલાવવામાં આવી હતી. તેમની પાસે રહેલી પિસ્ટલ દેખાડીને સમગ્ર લૂંટને અંજામ આપ્યો હતો. ચારેય વ્યક્તિઓએ આખી દુકાનમાં રહેલા માલ અને રોકડ લૂંટી લીધા બાદ બાઇક પર સવાર થઇને ભાગ્યા હતા. જો કે આસપાસનાં લોકો કે દુકાન માલિક પીછો ન કરે તે માટે ફિલ્મી સ્ટાઇલે હવામાં ફાયરિંગ કર્યું હતું.
જો વિમલ ગુટખા ખાતા હો તો સાવધાન ! તત્કાલ મોત થશે અને કારણ ખબર પણ નહી પડે
પોલીસ દ્વારા સીસીટીવીના આધારે તપાસ ચાલુ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે જ (2 જાન્યુઆરી) ઠક્કર નગર વિસ્તારમાં પાન મસાલાના હોલસેલના વેપારી પર પૈસાની લેતીદેતી મુદ્દે ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી ગઇ હતી. ભર બજારમાં ફાયરિંગની ઘટના બની હતી. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. કૃષ્ણનગર પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને તપાસ આદરી હતી. ત્યાં આજે ફરી એકવાર લૂંટની ઘટનાથી કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે.
25થી વધારે ગુજરાતીઓ સાથેની બસને આબુમાં નડ્યો અકસ્માત, 1નું મોત 5 ગંભીર
અમરેલીમાં પણ લૂંટની ઘટના
અમરેલીના ટાવર રોડ પર આવેલી સોનીની દુકાનમા દિવસે લૂંટની ઘટના બની હતી. એમ.વિઠ્ઠલદાસ જવેલર્સ નામની સોનીની દુકાનમાથી 3.84 લાખના સોનાના દાગીનાઓની લૂંટ થતા ચકચાર મચી જવા પામી છે. સોનાના 6 ચેઇન લઈને લૂંટ કરીને અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઇ હતી. 40 થી 45 વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા શખ્સ વિરુદ્ધ અમરેલી સીટી પોલીસમા ફરીયાદ દાખલ થઇ છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા માટે ટેક્નીકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે તપાસ ચાલુ કરવામાં આવી.
અરેરાટીભર્યો કિસ્સો, ખેતરમાં કામ કરતા કુંકણી મશીનમાં ખેંચાઈ ગયો યુવકનો પગ!!!
સુરતમાં પણ લૂંટની ઘટનાથી ચકચાર
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા પ્રસંગ જ્વેલર્સમાં દિન દહાડે લૂંટારૂઓ ત્રાટક્યા હતા. લૂંટના ઈરાદે ધસી આવેલા 2 અજાણ્યા શખ્સોએ જ્વેલર્સમાં કામ કરતાં કર્મચારી અને માલિક પર હુમલો કર્યો હતો. ચપ્પુના ઘા ઝીંકીને પીઠ સહિતના ભાગે કર્મચારીને ઈજાગ્રસ્ત કરીને લૂંટારુઓ નાસી ગયા હતા. ઈજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube