25થી વધારે ગુજરાતીઓ સાથેની બસને આબુમાં નડ્યો અકસ્માત, 1નું મોત 5 ગંભીર

 બનાસકાંઠામાં ફરી એકવાર બસને અકસ્માત નડ્યો છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બસને અકસ્માત નડ્યો છે. માઉન્ટ આબુ નજીક ગુજરાતી મુસાફરોની બસને નડ્યો અકસ્માત. બસમાં બેઠેલા તમામ યાત્રીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 25થી વધારે યાત્રીઓ પૈકી કેટલાકને ઇજાઓ પહોંચી છે. 5 યાત્રીઓની સ્થિતી ગંભીર છે. પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તમામ યાત્રીઓ ગુજરાતના ખંભાતના હતા. 5 યાત્રીઓની અકસ્માત બાદ સ્થિતી ગંભીર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું. સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વીર બાવસી મંદિર નજીક બસને આ અકસ્માત નડ્યો હતો. 

25થી વધારે ગુજરાતીઓ સાથેની બસને આબુમાં નડ્યો અકસ્માત, 1નું મોત 5 ગંભીર

આબુ: બનાસકાંઠામાં ફરી એકવાર બસને અકસ્માત નડ્યો છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં બસને અકસ્માત નડ્યો છે. માઉન્ટ આબુ નજીક ગુજરાતી મુસાફરોની બસને નડ્યો અકસ્માત. બસમાં બેઠેલા તમામ યાત્રીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 25થી વધારે યાત્રીઓ પૈકી કેટલાકને ઇજાઓ પહોંચી છે. 5 યાત્રીઓની સ્થિતી ગંભીર છે. પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તમામ યાત્રીઓ ગુજરાતના ખંભાતના હતા. 5 યાત્રીઓની અકસ્માત બાદ સ્થિતી ગંભીર હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું. સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. વીર બાવસી મંદિર નજીક બસને આ અકસ્માત નડ્યો હતો. 

ઘટનામાં 1નું મોત અને 12થી વધારે લોકો ઘાયલ હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે માહિતી મળતા સ્થાનિક સમાજસેવી સંસ્થાઓ અને તંત્ર રાહત અને બચાવ કાર્ય માટે પહોંચી ચુક્યા છે. ગુજરાતના ખંભાતના તમામ યાત્રીઓ આબુપરથી નીચે ઉતર્યા હતા. ખાનગી બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત નડ્યો હતો. 12થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ છે. તમામ યાત્રીઓને એમ્બ્યુલન્સની મદદથી માઉન્ટ આબુ રાજકીય હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે 5ની સ્થિતી ગંભીર છે. 

શિવમ ટ્રાવેલ્સની બસમાં પ્રવાસીઓ ગયા હતા. ટ્રાવેલ્સનો માલીક અમિત પટેલ પોતે બસ ચલાવતો હોવાની પ્રાથમિક વિગત સામે આવી. બસના કંડક્ટરનું મોત નિપજ્યું. દર્શન પટેલે વાત કરતા કહ્યું પરિવારજનો ચિંતા ન કરે. અમને અંહીયા પુરતી સારવાર મળી રહી છે. કોઇ વધારે ઇજા ગ્રસ્ત નથી. જો કે અકસ્માતનું કારણ આપતા તેણે કહ્યું કે, એર બ્રેકમાંથી એર નિકળી ગઇ હોવાથી બ્રેક લાગતી નહોતી. જેના કારણે થાંભલા સાથે ગાડી અથડાવવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. ડ્રાઇવરે થાંભલા સાથે બસ અથડાવીને શાણપણથી બચાવ્યા અનેક જીવ.

ડ્રાઇવરે ગાડીને ખાઇમાં જતી બચાવી. રોડની બાજુમાં આવતી પથ્થરની રેલીંગ પાસે બસ આડી પડી. જો કે આ દરમિયાન પંકજ નામાના કંડક્ટરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ખંભાત ના ફીણાવ ગામના વતની ૨૫ યુવાનો આબુ ગયા હતા. ૧ તારીખે આબુ જવા માટે નિકળ્યા હતા. અંબાજી થઇને આબુ ગયા હતા. નવુ વર્ષ મનાવવા માટે આબુ ગયા હતા. ૨૫ સિટની મિની બસ ભાડે કરીને મિત્રો નવુ વર્ષ ઉજવવા માટે ગયા હતા. 

ગંભીર રીતે ઘાયલ પ્રવાસી ના નામ

શૈલેષ પટેલ.    ૪૫ ગંભીર ઘાયલ
ગિરીશ પટેલ.   ૪૫
અતુલ પટેલ.    ૪૫
ભાવેશ પટેલ.   ૩૫
નિલેશ સુથાર.   ૪૪
રાવજી પટેલ.    ૪૦
દર્શન પટેલ.       ૨૫
રવી પટેલ.         ૨૨ 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news