અમદાવાદ: કઠવાડામાં ઇન્ક બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરની 18 ટીમ ઘટના સ્થળે
પીરાણા કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં શહેરના કઠવાડાય સિંગરવા રોડ પર આવેલી ફોર્ચ્યુન એસ્ટેટમાં આવેલી સ્કાય ઇન્ક નામની કંપનીમાં આગ લાગી હતી. આગના બનાવ અંગે જાણ થતા ફાયર વિભાગની 18 જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આગ પર કાબુ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે આગમાં કોઇ જ જાનહાની નહી હોવાનું સામે આવ્યું છે. આગ લાગી હોવાની જાણ થતા જ આસપાસનાં વિસ્તારનાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ : અમદાવાદમાં વધુ એક આગની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદના કઠવાડા જીઆઇડીસીના સફલ એસ્ટેટમાં સોલ્વન્ટ એકમમાં બપોરના સમયે અચાનક શોર્ટ સર્કિટ થતા આગના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા. અબે સોલ્વન્ટનો એકમ બળીને ખાખ થઇ ગયો હતો. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જ જાનહાની થઇ ન હતી. અમદાવાદ ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ 16 જેટલા ફાઇયર ફાઇટર સાથે ઘટના સ્થળ પર પોહચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ તો પોલીસે આ એકમ કોનું છે અને કોની બેદરકારીથી હોનારત સર્જાઇ તે અંગે નિકોલ પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.
પીરાણા કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનાની શાહી હજી સુકાઇ નથી ત્યાં શહેરના કઠવાડાય સિંગરવા રોડ પર આવેલી ફોર્ચ્યુન એસ્ટેટમાં આવેલી સ્કાય ઇન્ક નામની કંપનીમાં આગ લાગી હતી. આગના બનાવ અંગે જાણ થતા ફાયર વિભાગની 18 જેટલી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. આગ પર કાબુ મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે આગમાં કોઇ જ જાનહાની નહી હોવાનું સામે આવ્યું છે. આગ લાગી હોવાની જાણ થતા જ આસપાસનાં વિસ્તારનાં લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભાજપ: સી.આર પાટીલે સંગઠનમાં કર્યા મોટા ફેરફાર, તમામ જિલ્લા પ્રમુખો બદલાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના પીરાણા પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઇઝ નામની બિનકાયદેસર કેમિકલ ફેક્ટરીમાં 4 નવેમ્બરે બપોરે વિસ્ફોટ બાદ આગ ભડકી ઉઠી હતી. આ બ્લાસ્ટની આસપાસના 9 ગોડાઉનને અસર થઇ હતી. જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઇ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા. જેમાંથી 9 પુરૂષ અને 5 મહિલા સહિત 12 લોકોનાં મોત નિપજ્યા બાદ ભયનો માહોલ સર્જાયો હતો. જેના કારણે સરકાર અને તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube