ભાજપ: સી.આર પાટીલે સંગઠનમાં કર્યા મોટા ફેરફાર, તમામ જિલ્લા પ્રમુખો બદલાયા

ગુજરાતમાં પેટા ચૂંટણીઓને ધ્યાને રાખીને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને સંગઠનમાં પણ ઘણા પરિવર્તનો લાંબા સમયથી ઇચ્છનીય હતા. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા પદભાર સંભાળવામાં આવ્યો ત્યારથી જ સંગઠનમાં મોટા પરિવર્તનો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહ્યા હતા. જો કે પેટા ચૂંટણીઓને ધ્યાને રાખતા સંગઠનમાં ફેરફાર થોડા સમય માટે ટાળવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ પ્રમુક દ્વારા ગુજરાતમાં રેલીઓ પણ યોજવામાં આવી હતી. 

Updated By: Nov 9, 2020, 05:55 PM IST
ભાજપ: સી.આર પાટીલે સંગઠનમાં કર્યા મોટા ફેરફાર, તમામ જિલ્લા પ્રમુખો બદલાયા

અમદાવાદ : ગુજરાતમાં પેટા ચૂંટણીઓને ધ્યાને રાખીને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને સંગઠનમાં પણ ઘણા પરિવર્તનો લાંબા સમયથી ઇચ્છનીય હતા. પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા પદભાર સંભાળવામાં આવ્યો ત્યારથી જ સંગઠનમાં મોટા પરિવર્તનો થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહ્યા હતા. જો કે પેટા ચૂંટણીઓને ધ્યાને રાખતા સંગઠનમાં ફેરફાર થોડા સમય માટે ટાળવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રદેશ પ્રમુક દ્વારા ગુજરાતમાં રેલીઓ પણ યોજવામાં આવી હતી. 

આ રેલીઓ પક્ષના પ્રચારની સાથે સાથે એક પ્રકારે સભ્યોની સ્ક્રુટિની પણ હતી. તમામ જિલ્લાનાં હોદ્દેદારો સાથે સી.આર પાટીલ દ્વારા રેલીઓ બાદ બેઠકો આયોજીત કરવામાં આવી હતી. જેના આધારે હવે પેટા ચૂંટણીના પરિણામના બરોબરના આગલા દિવસે નવા સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટા ચૂંટણીના પરિણામોની રાહ જોવાય તેવી શક્યતાઓ હતી પરંતુ હવે પરિણામોના આગલા દિવસે જ સંગઠનનાં મંત્રીઓ અને મહામંત્રીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. 

ભાજપ જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત
ક્રમ જીલ્લો/મહાનગર પ્રમુખનું નામ
1 ડાંગ  દશરથભાઇ પવાર
2 વલસાડ હેમંતભાઇ કંસારા
3 નવસારી ભુરાભાઇ શાહ
4 સુરત શહેર નિરંજનભાઇ ઝાંઝમેરા
5 સુુરત જિલ્લો સંદિપભાઇ દેસાઇ
6 તાપી જયરાજભાઇ ગામીત
7 ભરૂચ મારૂતિસિંહ અટોદરીયા
8 નર્મદા ઘનશ્યામભાઇ પટેલ
9 વડોદરા શહેર વિજયભાઇ શાહ
10 વડોદરા જિલ્લો અશ્વિનભાઇ પટેલ (કોયલી)
11 છોટા ઉદેપુર રશ્મીકાંતભાઇ વસાવા
12 પંચમહાલ અશ્વિનભાઇ પટેલ
13 મહીસાગર દશરથભાઇ બારીયા
14 દાહોદ શંકરભાઇ અમલીયાર
15 આણંદ વિપુલભાઇ સોજીત્રા (પટેલ)
16 ખેડા અર્જુનસિંહ ચૌહાણ
17 અમદાવાદ જિલ્લો હર્ષદગીરી ગોસાઇ
18 ગાંધીનગર શહેર રૂચિરભાઇ ભટ્ટ
19 સાબરકાંઠા જે.ડી પટેલ
20 અરવલ્લી રાજેન્દ્ર પટેલ (ચૌધરી)
21 મહેસાણા જશુભાઇ પટેલ (ઉમતાવાળા)
22 પાટણ દશરથજી ઠાકોર
23 બનાસકાંઠા ગુમાનસિંહ ચૌહાણ
24 કચ્છ કેશુભાઇ પટેલ
25 જામનગર શહેર વિમલભાઇ કગથરા
26 જામનગર જિલ્લો રમેશભાઇ મુંગરા
27 દેવભૂમિ દ્વારકા ખીમભાઇ જોગલ (આહીર)
28 રાજકોટ શહેર કેમલેશભાઇ મીરાણી
29 રાજકોટ જિલ્લો મનસુખભાઇ ખાચરીયા
30 મોરબી દુર્લભભાઇ દેથરીયા
31 જૂનાગઢ શહેર પુનિતભાઇ શર્મા
32 જૂનાગઢ જિલ્લો કિરીટભાઇ પટેલ
33 ગીર સોમનાથ માનસિંહ પરમાર 
34 પોરબંદર કિરીટભાઇ મોઢવાડીયા
35 અમરેલી કૌશિકભાઇ વેકરિયા
36 ભાવનગર શહેર રાજીવભાઇ પંડ્યા
37 ભાવનગર જિલ્લો મુકેશભાઇ લાંગળીયા
38 બોટાદ ભુીખુભાઇ વાઘેલા
39 સુરેન્દ્રનગર જગદીશભાઇ દલવાડી