અમદાવાદ: કાલુપુરના પાંચકુવા વિસ્તારમાં 3 કાપડની દુકાનમાં ભીષણ આગ, 7 ગાડી ઘટના સ્થળે
શહેરનાં કાલુપુર વિસ્તારમાં પાંચકુવા પાસે આવેલા સિંધી માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટમાં આવેલી ત્રણ કાપડની દુકાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 7 ગાડીઓ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ગાડીઓ દ્વારા આગને કાબુમાં લેવા અને આગ વધારે ન ફેલાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આસપાસનાં વિસ્તારોમાં પણ કપડાની દુકાનો અને અન્ય જ્વલંતશીલ વસ્તુઓની દુકાનો હોવાનાં કારણે ફાયર સૌથી પહેલા આગ આસપાસ ન ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.
અમદાવાદ : શહેરનાં કાલુપુર વિસ્તારમાં પાંચકુવા પાસે આવેલા સિંધી માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટમાં આવેલી ત્રણ કાપડની દુકાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 7 ગાડીઓ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ગાડીઓ દ્વારા આગને કાબુમાં લેવા અને આગ વધારે ન ફેલાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આસપાસનાં વિસ્તારોમાં પણ કપડાની દુકાનો અને અન્ય જ્વલંતશીલ વસ્તુઓની દુકાનો હોવાનાં કારણે ફાયર સૌથી પહેલા આગ આસપાસ ન ફેલાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.
મોરબી જૂથ અથડામણ મુદ્દે 2 હત્યા, ચાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા
જો કે રાત્રી કર્ફ્યું હોવાનાં કારણે દુકાન સુધી પહોંચવામાં ફાયર વિભાગને કોઇ જ સમસ્યા નડી નહોતી. આ ઉપરાંત દુકાનમાં કે આસપાસમાં કોઇ પણ વ્યક્તિ હાજર નહોતો. જેના કારણે કોઇ પણ પ્રકારની જાનહાની ટળી ગઇ છે. જો કે આગન ફેલાય તે ફાયર વિભાગ માટે સૌથી મોટો પડકાર છે. બીજી તરફ રાત્રી કર્ફ્યૂં હોવા છતા પણ મોટા પ્રમાણમાં લોકોનાં ટોળા એકત્ર થઇ ગયા હતા. જેના કારણે પોલીસને રાત્રી કર્ફ્યૂનું પાલન કરાવવાની પણ સમસ્યા થઇ હતી. પોલીસે લોકોને પોત પોતાનાં ઘરે જવા માટે અપીલ કરવી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube