AHMEDABAD માત્ર 2 હજાર રૂપિયાની ઉઘરાણી માટે બિહારી મજૂરે શેઠનું ઢીમ ઢાળી દીધું
ગાંધીનગર જિલ્લાના દહેગામ જીઆઇડીસીમાં ફેક્ટરી માલિકને લોખંડની પાઈપના 35 ફટકા મારી ક્રૂર હત્યા નિપજાવનાર પરપ્રાતિય મજૂરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. બાકી પગારના 2 હજાર રૂપિયા અને માલિકના અસભ્યવર્તનથી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી છે. જો કે પોલીસે હત્યા અંગે કોઈ અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : ગાંધીનગર જિલ્લાના દહેગામ જીઆઇડીસીમાં ફેક્ટરી માલિકને લોખંડની પાઈપના 35 ફટકા મારી ક્રૂર હત્યા નિપજાવનાર પરપ્રાતિય મજૂરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. બાકી પગારના 2 હજાર રૂપિયા અને માલિકના અસભ્યવર્તનથી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી છે. જો કે પોલીસે હત્યા અંગે કોઈ અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.
જ્વેલર્સની બાજુની દુકાનમાં જઇને બાકોરા પાડીને ચોરી કરનારા આરોપી ઝડપાયા
ઉલ્લેખનીય છે કે, દહેગામમાં પીવીસી પાઈપની ફેક્ટરી ધરાવતા અને બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં રહેતા વેપારી ગૌતમ પટેલ કરપીણ હત્યા કરનાર મજૂરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. 8 જુલાઈના રોજ ફેકટરીમાં કામકાજ કરતા ગૌતમ પટેલની તેમના જ મજૂર અખિલેશ બિહારીએ માથામાં ઉપરા છાપરી 35 ફટકા મારી હત્યા નિપજાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેના આધરે ક્રાઇમ બ્રાંચે બિહારથી અખિલેશની ધરપકડ કરી હત્યા અંગે પુછપરછ કરતા પગારના બે હજાર રૂપિયા અને માલિક અસભ્યવર્તનથી કંટાળી હત્યા નિપજાવી હોવાની કબૂલાત કરી છે.
GUJARAT CORONA UPDATE: નવા 45 કેસ, 45 રિકવર થયા, એક પણ મોત નહી
ઉલ્લેખનીય છે કે, આરોપી અખિલેશ બિહારી માલિક હત્યા કર્યા બાદ ડ્રોવરમાંથી 60 હજાર રૂપિયા રોકડ અને મૃતકના મોબાઇલ ચોરી કરી નાસી ગયો હતો. ફેક્ટરી માલિક ક્રૂર હત્યા અંજામ આપ્યા બાદ આરોપી મજૂર અખિલેશ બિહાર ભાંગી ગયો હતો. ત્યાં છુપાતો ફરતો હતો. તેવામાં બીજી બાજુ મૃતક ગૌતમ પટેલ પાસે આરોપી મજૂર કોઈ પુરાવો ન હતો. જેથી ઓળખ થઈ ન હોવાથી શોધખોળ મુશ્કેલ બની હતી. જો કે અખિલેશ મોબાઇલ નંબર કોલ ડિટેઇલ તપાસ કરતા ક્રાઇમ બ્રાંચને એક કડી મળી હતી. જેમાં આરોપી અખિલેશના કરછ ગાંધીધામ રહેતા પરિવારજનો ભાળ મળી હતી. જેના આધારે બિહારથી આરોપી અખિલેશ ઝડપી લીધો હતો. ક્રાઇમ બ્રાંચે હત્યા આરોપી અખિલેશ રિમાન્ડ મેળવી વધુ પુછપરછ શરૂ કરી છે કે, હત્યા કરવા પાછળ કારણ પગારના 2 હજાર રૂપિયા માંગવા બાબતે છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube