જ્વેલર્સની બાજુની દુકાનમાં જઇને બાકોરા પાડીને ચોરી કરનારા આરોપી ઝડપાયા
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ : ચાંદખેડામાં બે જવેલર્સમાં ચોરી કરીને પોલીસની ઊંઘ હરામ કરનાર આરોપીઓને પકડવામાં આખરે સફળતા મળી છે. જો કે આરોપીઓએ ચોરી કરવા માટે યુ ટ્યુબ પર વીડિયો જોઇને જરૂરી સાધન સામગ્રી ખરીદી હતી. ત્યાર બાદ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. હાલમાં પોલીસે આરોપીઓને ઝડપીને ચોરીમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક જ અઠવાડિયામાં એક સરખી મોડસ ઓપરેન્ડીથી ચોરી કરનાર ત્રણ આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ચોરીમાં ગયેલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હિતેષ પરમાર, હિતેષ પારેગી અને ભરતસિંહ રાઠોડની ધરપકડ કરી છે. આરોપીઓએ 24 મી નવેમ્બરે આઇઓસીરોડ પર આવેલ રાજ જવેલર્સમાંથી આશરે 20 લાખની રકમ અને દાગીના અને 1.35 લાખ રોકડા જ્યારે 2 ડિસેમ્બરે ગજાનંદ જ્વેલર્સમાંથી 6.50 લાખના દાગીનાની ચોરી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી હિતેષ પરમાર આં ચોરીનો માસ્ટર માઇન્ડ છે. જેણે દુકાનમાં ચોરી કરવાની છે તેની બાજુની દુકાનમાંથી દીવાલમાં કેવી રીતે બાકોરું પાડી શકાય તે માટે યુ ટ્યુબ પર વીડિયો જોયો હતો. વિડિયો જોયા બાદ તેણે ગેસ કટર, સાદું કટર, કોષ, જો કોઈ જ્વેલર્સનું દુકાનમાં તિજોરી હોય તો તેને તોડવા માટે ઇલેક્ટ્રીક કટર ખરીદ્યા હતા. જે તમામ સાધનો ઉપયોગ કરીને દીવાલમાં બાકોરું પાડીને ચોરીને અંજામ આપતા હતા. જ્યારે રેકી કરવા માટે કોઈ પણ જવેલર્સની સામે ઊભા રહેતા. આ વિસ્તારમાં માણસોની હેરફેર કેટલી થાય છે. તેની માહિતી એકત્રિત કરી રાતના સમયે જવેલર્સની બાજુની દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કરતા અને દીવાલ માં બાકોરું પાડીનેં જવેલર્સમાં પ્રવેશ કરતા હતા. પકડાયેલ આરોપીઓમાંથી હિતેષ પરમાર અને હિતેશ પા અગાઉ બનાસકાંઠામાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે. જ્યારે આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે