અમદાવાદ: AMTS બસમાંથી પટકાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
શહેરમાં ચાલુ બસે પટકાઇ જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. શહેરના નિર્ણયનગરબ્રિજ પરથી એક એએમટીએસ બસ પસાર થઇ રહી હતી. તે દરમિયાન બસમાં બેઠેલા 40 વર્ષીય મુસાફર ચાલુ બસમાંથી બ્રિજની નીચે પટકાયો હતો. રસ્તા પર પટકાતા તરત જ પ્રવાસીનું મોત નિપજ્યું છે. આ દુર્ઘટના સર્જાતા તરત જ આપાસના સ્થાનિકો મદદ માટે એકત્ર થયા હતા. ઘાટલોડિયા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધારે તપાસ આદરી છે.
અમદાવાદ: શહેરમાં ચાલુ બસે પટકાઇ જતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. શહેરના નિર્ણયનગરબ્રિજ પરથી એક એએમટીએસ બસ પસાર થઇ રહી હતી. તે દરમિયાન બસમાં બેઠેલા 40 વર્ષીય મુસાફર ચાલુ બસમાંથી બ્રિજની નીચે પટકાયો હતો. રસ્તા પર પટકાતા તરત જ પ્રવાસીનું મોત નિપજ્યું છે. આ દુર્ઘટના સર્જાતા તરત જ આપાસના સ્થાનિકો મદદ માટે એકત્ર થયા હતા. ઘાટલોડિયા પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધારે તપાસ આદરી છે.
સુરતઃ સામાન્ય બાબતમાં એક મિત્રએ બીજા મિત્ર પર હથિયારો સાથે કર્યો હુમલો
વ્યક્તિ પટકાયા બાદ સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા. 108ને બોલાવવામાં આવી હતી. જો કે સ્ટાફ દ્વારા પટકાયેલ વ્યક્તિને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેથી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા હાલ તો આ સમગ્ર મુદ્દે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વલસાડના પારડી તાલુકામાં વીજ કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
હાલ આ વ્યક્તિ ચાલુ બસે કઇ રીતે બસમાંથી નીચે પટકાયો તે અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. તેમના પરિવારજનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે. મૃતક વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર