અમદાવાદ: કચરો નાખવા જેવી બાબતે મોહમ્મદ હુસૈન શેખ નામના વ્યક્તિની હત્યા
ગોમતીપુર વિસ્તારમાં રહેતા ઇર્શાદ શેખની ભાભીને સવારે સાડા નવ વાગ્યાની આસપાસ તેના પાડોશી મહિલા સાથે કચરો નાખવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઇ ગઇ હતી. જો કે તેનું ઉપરાણું લઇને પરવીના બાનુના દિકરા આદિલને પણ માથાકુટ થતા તે અસભ્ય ભાષાનો ઉપયોગ કરવા લાગ્યો હતો.
અમદાવાદ: શહેરના ગોમતીપુર વિસ્તારમાં 16 જાન્યુઆરીએ સામાન્ય ઝગડામાં વચ્ચે પડેલા યુવકને ઠપકો આપતા વૃદ્ધને માર માર્યો હતો. મોહમ્મદ હુસૈન શેખ નામના વૃદ્ધનું આજે મોત નિપજ્યું હતું. ગોમતીપુર વિસ્તારમાં રહેતા ઇર્શાદ શેખની ભાભીને સવારે સાડા નવ વાગ્યાની આસપાસ તેના પાડોશી મહિલા સાથે કચરો નાખવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઇ ગઇ હતી. જો કે તેનું ઉપરાણું લઇને પરવીના બાનુના દિકરા આદિલને પણ માથાકુટ થતા તે અસભ્ય ભાષાનો ઉપયોગ કરવા લાગ્યો હતો.
અમદાવાદમાં ફતેહવાડી કેનાલ નજીક પાંચ કૂતરાઓને આઠ વર્ષના બાળક પર જીવલેણ હુમલો
મહિલાઓનાં ઝગડામાં પરવીન બાનુનો દીકરો વચ્ચે આવતા ઇર્શાદના મોટા ભાઇ મોહમ્મદ હુસૈન શેખે આદિલને કહ્યું કે, તુ અસભ્ય ભાષાનો ઉપયોગ શા માટે કરે છે. જેથી આદિલ તેના ભાઇ ફૈઝલ તેના પિતા રઇશ ખાન અને અન્ય બે લોકો સાથે મળીને મોહમ્મદ હુસૈન શેખને માર મારવા લાગ્યા હતા. આદિલ ઘરમાંથી પાઇપ લઇ આવ્યો હતો મોહમ્મદ હુસૈનને માથામાં ફટકાઓ મારી દીધા તા. ઇર્શાદ અને તેના ભાઇ વચ્ચે પડતા તેઓને પણ ત્રણેયે માર મારવાનું શરૂ કર્યું હતું.
નવસારીના સોલધરા ઇકો પોઇન્ટમાં બોટ પલટી, 5 લોકોનાં મોતથી ચકચાર
જો કે આસપાસનાં લોકો એકત્ર થઇ જતા આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.જો કે તેઓ જતા જતા પણ મોહમ્મદ અને તેના પરિવારને ધમકી આપતા ગયા હતા. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા ગોમતીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. જો કે દરમિયાન જ સારવાર દરમિયાન મોહમ્મદ હુસૈનનું મોત થતા પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ત્રણ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube