AHMEDABAD : LG હોસ્પિટલમાં બાળકને ત્યજી દેનાર માતા નાટ્યાત્મક રીતે પરત ફરી
શહેરની એલજી હોસ્પિટલમાં નવજાત બાળકને ત્યજીને જનાર માતા હોસ્પિટલમાં દીકરાને લેવા પહોંચી. દૂધ લેવા જતા બેભાન થઈ ગઈ હોવાનું તરકટ રચ્યું. જોકે આ વાત ગળે ન ઉતરતા હવે પોલીસે મહિલાની પૂછપરછ કરીને તપાસ શરૂ કરી છે. મણિનગરમાં એલ જી હોસ્પિટલમાં 4 દિવસના બાળકને મૂકીને માતા ફરાર થઈ ગઈ હોવાના કેસમાં પોલીસ માતાને શોધી રહી હતી. ત્યારે માતા રહસમ્ય રીતે નવજાત બાળકને લેવા હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી.
ઉદય રંજન/અમદાવાદ : શહેરની એલજી હોસ્પિટલમાં નવજાત બાળકને ત્યજીને જનાર માતા હોસ્પિટલમાં દીકરાને લેવા પહોંચી. દૂધ લેવા જતા બેભાન થઈ ગઈ હોવાનું તરકટ રચ્યું. જોકે આ વાત ગળે ન ઉતરતા હવે પોલીસે મહિલાની પૂછપરછ કરીને તપાસ શરૂ કરી છે. મણિનગરમાં એલ જી હોસ્પિટલમાં 4 દિવસના બાળકને મૂકીને માતા ફરાર થઈ ગઈ હોવાના કેસમાં પોલીસ માતાને શોધી રહી હતી. ત્યારે માતા રહસમ્ય રીતે નવજાત બાળકને લેવા હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી.
MSME ઉદ્યોગના વિકાસ માટે ઉદ્યોગસાહસિકને સરકારી મશીનરીનો દરેક સ્તરે મદદ કરવા આદેશ
ઘટનાની વાત કરીએ તો 16મી સપ્ટેમ્બરના રોજ ખુરસીદાબેન રંગરેજ નામની મહિલાને બિનવારસી હાલતમાં એડમિટ કરવામાં આવી હતી. જે દરમિયાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને 20 મી સપ્ટેમ્બરે સાંજના સમયે 4 દિવસના બાળકને હોસ્પિટલમાં જ મૂકી મહિલા ફરાર થઈ ગઈ હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા મહિલાની આસપાસમાં શોધખોળ કરતા મહિલા ન મળી આવ્યા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાના હોસ્પિટલમાંથી બહાર નીકળતા સીસીટીવી પણ સામે આવ્યા હતા. જે બાદ પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી હતી. મહિલા બાળકને લેવા હોસ્પિટલમાં પહોંચતા પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
ખુરસીદાબેન રંગરેજ રામોલના જનતા નગરની રહેવાસી છે. 2007 માં પતિ સાથે છૂટાછેડા થયા બાદ માતા પિતા અને બે બાળકો સાથે રહેતી હતી. આ મહિલા ભિક્ષુકની જેમ જુદા જુદા વિસ્તારમાં ફરતી હતી. આ દરમ્યાન કોઈ રીક્ષા ચાલક સાથે સબંધ બંધાતા મહિલા ગર્ભવતી થઈ ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે તે બાબતે પોલીસ ખરાઈ કરી રહી છે. તેને બિનવારસી હાલતમાં મહિલાને એલ જી હોસ્પિટલમાં સ્થાનિક લોકોએ ખસેડી અને હોસ્પિટલ દ્વારા રામોલ પોલીસને જાણ પણ કરાઈ હતી. બાદમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ 4 દિવસના બાળકને મૂકીને જતા રહ્યા બાદ બે દિવસ પછી ફરી હોસ્પિટલમાં બાળકને લેવા પહોંચી હતી. મહિલા બાળક માટે દૂધ લેવા ગઈ અને બેભાન થઈ જતા બે દિવસે ભાનમાં આવી હોવાનું નિવેદન આપ્યું હતું. જેથી મહિલા કેટલું સાચું બોલે છે અને બાળકને મૂકી ક્યાં ગઈ હતી તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.
અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી, આ તારીખ દરમિયાન બહાર પણ ન નિકળતા નહી તો...
મહિલા અને બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત આ બાળકના પિતા કોણ છે અને મહિલા હોસ્પિટલથી ક્યાં ગઈ હતી. બે દિવસ શું કર્યું તે તમામ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. મહિલા ના છૂટાછેડા થયા છે તો તે ગર્ભવતી બનવા પાછળ તેની સાથે કોઈ અણબનાવ તો નથી બન્યો ને તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube