અમદાવાદ : શાહપુર વિસ્તારમાં માસ્ક વગર ફરતા શખ્સોને પોલીસ કોન્સ્ટેબલે માસ્ક પહેરવાનું કહેતા ઉશ્કેરાયેલા યુવકે પોલીસ સ્ટેશનની અંદર જઇને પોલીસ જવાનોને જાનથી મારવાની ધમકી આપી હતી. ધમકી આપનાર યુવકે પોલીસ સ્ટેશનમાં જ અપશબ્દો બોલી પોલીસ સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કર્યું હતું. હાલ પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી આરંભી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPS પ્રમોશન: કેશવ કુમાર, વિનોદ મલ અને સંજય શ્રીવાસ્તવને DGP રેન્ક મળ્યો

પોલીસ કંટ્રોલ રૂમના આધારે શાહપુર પોલીસના કર્મચારીઓને ફોન કરનાર ફરિયાદીને પોલીસ સ્ટેશને લઇને આવ્યા હતા. ફરિયાદી સાથે આવેલા યુવકે માસ્ક નહોતું પહેર્યું. પોલીસ સ્ટેશન ઓફીસર તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ તેને માસ્ક પહેરવાનું કહ્યું હતું. આથી ઉશ્કેરાયેલા યુવકે ઉંચા અવાજે પબ્લિકના માણોને ખોટા હેરાન કરો તેમ કહેતા દિનેશભાઇએ તેને શાંતિથી વાત કરવા જણાવીને નામ પુછ્યું હતું.


નવસારીમાં 3 લેન ઓવરબ્રિજને સરકારની મંજુરી, લાખો લોકોનો સમય બચશે

યુવકે દિનેશભાઇને અપશબ્દો બોલી ધમકી આપતા કહ્યું કે, મારુ નામ કૃણાલ પરમાર છે. તે ઘી કાંટાનો અડવૈયાના ડેલામાં રહુ છું. પોલીસ સ્ટેશનની બહાર નિકળીશ તો જાનથી મારી નાખીશ. હાલ કૃણાલ વિરુદ્ધ પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઇની ફરિયાદના આધારે ગુનો નોંધીને કાર્યવાહી આરંભી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર