ઉદય રંજન/અમદાવાદ: સાયબર ક્રાઇમે એવા એક આરોપીની ધરપકડ કરી જેણે તેની બહેનની ભાણી સાથે એક પ્રસંગમાં મુલાકાત કરી અને એકતરફી પ્રેમમાં પડ્યો. યુવતી સાથે પડાવેલી સેલ્ફી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી લગ્ન બાબતે દબાણ કરતા આરોપી ની ધરપકડ કરાઈ. અમદાવાદમાં રહેતી એક યુવતી તેના મામાના ઘરે કોઈ પ્રસંગમાં ગઈ હતી. જ્યાં તેને મામીના ભાઈ સાથે મુલાકાત થઈ હતી. પ્રસંગ હોવાથી સેલ્ફી અને ફોટો પણ પડાવ્યા હતા. જોકે બાદમાં યુવક આ યુવતીના પ્રેમમાં પાગલ થતા તેને યુવતીની મંજૂરી વગર ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નારાયણી હોસ્પિટલની બેદરકારીના કારણે દર્દીનું મોત નિપજ્યાના દાવા સાથે પરિવારનો હોબાળો


ફરિયાદ બાદ આરોપીની તપાસ કરતા મધ્યપ્રદેશથી આરોપી રાધેશ્યામ ભદોરીયાની ધરપકડ કરાઈ. આરોપી માત્ર ધોરણ 8 ભણેલો છે, છતાંય સોશ્યલ મીડિયામાં ખૂબ એક્ટિવ અને હોશિયાર છે. જોકે તેની આ હોશિયારી તેના માટે નડતરરૂપ બની છે. આરોપીએ તેની બહેનની ભાણી સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું. યુવતી ન માનતા તેણે ખેચેલી સેલ્ફીઓ સોશ્યલ મીડિયા પર મૂકી બદનામ કરી હતી. જેથી આ હરકત તેને નડતા હવે પોલીસ ગિરફતમાં આવ્યો છે.


[[{"fid":"283800","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(ઝડપાયેલો આરોપી)


અમદાવાદ: મચ્છરોના બ્રીડિંગ મળી આવતા હેલ્થ વિભાગે મેટ્રો પ્રોજેક્ટની સાઇટ સીલ કરી


આરોપીનો મોબાઈલ ફોન પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યો છે. તેને આ ફોટોનો અન્ય કોઈ એપ્લિકેશન જે સોશ્યલ મીડિયામાં મૂકી તેનો દુરુપયોગ કર્યો છે કે કેમ તે બાબતે પણ હવે સાયબર સેલ એ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાજીક પ્રસંગે માત્ર એક સેલ્ફીના કારણે યુવતીને જીવનમાં સમસ્યા સર્જાઇ હતી. જેથી હાલની યુવાપેઢી માટે આ ઘટના ઉદાહરણરૂપ સાબિત થઇ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube