અમદાવાદ : નશાના બંધાણીઓને જે ક્યારેક નશો ન કરવા મળે તો જીવ પર આવી જતા હોય છે.  કોઇનો જીવ લેતા કે જીવ દેતા પણ વિચારતા નથી હોતા. શહેરનાં ઓઢવ વિસ્તારમાં યુવકને મસાલાનાં પૈસા નહી આપવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો થયો  છે. ઓઢવ પોલીસે આ બાબતે ગુનો નોંધીને આગળની તપાસ આદરી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છોટાઉદેપુર: નસવાડીની સરકારી શાળાએ ગાઇડલાઇનનો ભંગ કર્યો, વિદ્યાર્થીઓને પુસ્તકો લેવા બોલાવ્યા

ઓઢવમાં રહેતા રંજન પરમારને દશામાનું જાગરણ હોવાથી ભજન સાંભળી રહ્યા હતા. અચાનક તેમનો દિયર દોડતો દોડતો ત્યાં આવી પહોંચ્યો હતો. દિયરે જણાવ્યું કે, તેમના પતિને રીકીન ઉર્ફે ચકા વાઘેલાને કટારનાં ઘા મારીને લોહી લુહાણ કરી દીધો છે. જેથી તેઓ દોડીને બહાર ગયા હતા. મહિલાનાં પતિએ લોહીલુહાણ હાલતમાં તેમને જણાવ્યું કે, તેઓ મિત્રો સાથે ચાલીમાં રિક્ષામાં બેઠા હતા. દરમિયાન રીકિન ઉર્ફે ચકો વાઘેલા ત્યાં આવ્યો અને કહ્યું કે, મારા ઘરે દશામાં બેસાડ્યા છે. આજે જાગરણ છે તો ફાકીના પૈસા આપો. રંજનાબેને પતિએ પૈસા આપવાની ના પાડતા આરોપીએ તેને કટારનાં ત્રણ ઘા માર્યા હતા. ત્યાથી ફરાર થયો હતો. 


કોરોના: ભાવનગરમાં લોકડાઉનનાં 67 દિવસમાં 120 કેસ અનલોકનાં 60માં દિવસે આંક 10 ગણો

અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં 2019માં જુના વાડના પરીક્ષિત નગરમાં મૃતક વિજય વાઘેલા સાથે તેમના જ વિસ્તારમાં રહેતા પૂનમ મકવાણા, રવિ મકવાણા, બાબુ અને વિશાલ નામના યુવકોએ વિમલ ગુટખા બાબતે બોલાચાલી કરી હતી. એટલું જ નહી મૃતકનાં વિજયને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદથી મારથી બચવા ભાગી રહેલા વિજય વાઘેલાને વિશાલ નામના શખ્સને ઝડપી લીધો હતો.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube