Tathya Patel : હાલ અમદાવાદમાં એક જ નામ ગુંજી રહ્યું છે, તથ્ય પટેલ. વૈભવી પરિવારના નબીરાએ જેગુઆર ગાડીથી અકસ્માત સર્જીને 10 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. ત્યારે તથ્ય પટેલની જાહોજલાલીની પોલ ખૂલી રહી છે. સાથે જ તથ્ય પટેલ અકસ્માત કરવામાં કેટલો માહેર છે તેના પણ પુરાવા મળી ગયા છે. પરંતુ હાલ સૌથી વધુ ચર્ચામાં તથ્ય પટેલના મિત્રો છે, જે અકસ્માત સમયે કારમાં સવાર હતા, અને તેઓ અકસ્માત થતા જ ડરના માર્યે ત્યાંથી ભાગી ગયા હતા. પાંચ મિત્રો માલવિકા પટેલ, શાન સાગર, આર્યન પંચાલ, ધ્વનિ પંચાલ અને શ્રેયા વઘાસિયાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ જોતા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. જેમાં સૌથી વધુ ચર્ચા માલવિકા પટેલની લાઈફસ્ટાઈલના થઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેગુઆર કારમાં તથ્ય સાથે જે પાંચ મિત્રો હતો, તે પાંચેય તથ્યના ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ્સ હતા. આ પાંચેયની કુંડળી હવે સામે આવી છે. જેમાં તેઓ મધ્યમવર્ગીય પરિવારમાંથી હોવાનું ખૂલ્યું છે. આ પાંચેય તથ્ય જેટલા વૈભવશાળી પરિવારના નથી. 


કેનેડા-અમેરિકામાં પેનિક સ્થિતિ : આ વસ્તુ ખરીદવા સુપરમાર્કેટમાં ગુજરાતીઓએ કરી પડાપડી


પ્રાપ્ત માહિતી અનુસાર, કારમાં સવાર ધ્વની પંચાલ અને આર્યન પંચાલ બંને ભાઈ-બેહન છે, બંને થલતેજ વિસ્તારમાં રહે છે. તો શાન સાગર સોલા વિસ્તારમાં રહે છે. શાનના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 


 


ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ : પડદા પાછળ એવું કંઈક રંધાયું કે તથ્યનું પાપ ઢંકાઈ જાય


આ ઉપરાંત અન્ય ચોંકાવનારી બાબત એ છે કે, આ પાંચેય યુવક-યુવતીઓ કોલેજમાં અભ્યાસ કરે છે. તેમની ઉંમર લગભગ 18 થી 20 વર્ષ વચ્ચેની છે. છતાં તેમની લાઈફસ્ટાઈલ કોઈ સ્ટારને ચાડી ખાય તેવી છે. તેમની ઈન્સ્ટાગ્રામ તસવીરો દારૂની પાર્ટીઓથી ભરેલી છે. આ તમામ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી તથ્ય પટેલના સંપર્કમાં આવ્યા હતા. તેઓ તથ્યની લાઈફસ્ટાઈલ જોઈને અંજાયા હતા. 


 


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતીઓને રાહત થાય તેવી વરસાદની આગાહી