મૌલિક ધામેચા/અમદાવાદ : હત્યાના કેસમાં પેરોલ જમ્પ કરેલા આરોપીની શોધખોળ કરતા તેની જ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે કુખ્યાત આરોપીની હત્યામાં સંડોવાયેલા બે આરોપીની ધરપકડ કરી છે અને હત્યાના બનાવ પરથી પડદો ઉચકી લીધો છે. અમદાવાદ SOG ની કસ્ટડીમાં રહેલા બે આરોપી વિજયસિંગ સુરેશસિંગ ઠાકુર અને અબ્દ્દુલ્લા છે. બંન્ને આરોપીની ધરપકડ હત્યા કરી લાશને દાટી દઈ પુરાવાના નાશ કરવાના ગુનામાં કરવામાં આવી છે. ઝડયાપેલા બંન્ને આરોપી એ 40 દિવસ પહેલા નવસારીના ચિખલીમાં ચિંતન શાહ નામના ફરાર આરોપીની હત્યા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોપ્યુલર બિલ્ડર કેસમાં નાટ્યાંત્મક વળાંક, પુત્રવધુના માસીના ઘરેથી મળ્યાં અઢી કરોડ


જો બનાવની વાત કરીએ તો 40 દિવસ પહેલા અમદાવાદાનો માથાભારે આરોપી ચિંતન શાહ અચાનક પોતાના પરિવારથી સંપર્ક વિહોણો બન્યો. તે જ આરોપી પેરોલ જંમ્પ હોવાથી SOG એ તેની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યુ કે ચિંતન તેના મિત્ર સાગર પટેલ સાથે ચિખલી ગયો હતો અને ત્યાં જઈ એક ગાડીનો ફોટો તેના ભાઈને વોટ્સએપ કર્યો હતો. પછી તો પોલીસે ગાડીની શોધખોળ કરી અને હત્યાના 3 આરોપીને ઝડપી લીધા. 


કોરોનાનો ડર: નોકરી છૂટી જવાની બીકે સ્પાઇસ જેટની કર્મચારીએ કરી આત્મહત્યા


સાગર પટેલને સાથે રાખી તપાસ કરતા સામે આવ્યુ કે ચિખલી ખાતે એક હોટલમા હત્યાને અંજામ આપી લાશને ખાડો ખોદી દાટી દેવામા આવી હતી. જ્યાથી પોલીસે મૃતદેહ કબ્જે કરી હત્યાનો ગુનો નોંધી તમામ આરોપીને ઝડપી લીધા. 18 ગુનાનો આરોપી ચિંતન શાહ અને તેની હત્યાના 3 આરોપીની મુલાકાત જેલમાં થઈ હતી. બાદમાં વ્યવસાય શરૂ કરવા માટે ચિખલીની હોટલ ભાડે રાખવા એકઠા થયા હતા. પરંતુ ત્યા તકરાર થતા ચિંતનની હત્યા કરી આરોપી છેલ્લા 40 દિવસથી મુક્તપણે ફરી રહ્યા હતા. પરંતુ પોલીસે બિલાડી પગે પિંછો કરી તમામ આરોપીને ઝડપી હત્યાનો ગુનો નોંધી તેને ઉકેલી પણ લીધો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર