Ahmedabad Air Pollution : ગુજરાતમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રદુષિત હવા અમદાવાદમાં છે. દિવાળી પહેલા અમદાવાદની હવા પ્રદૂષિત થઈ છે. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં વધારો થતા હવા દૂષિત બની છે. ખાસ કરીને પીરાણા, રાઈખડ, રખિયાલ, ચાંદખેડા, લેખવાડામાં AQI 200 ને પાર થઈ ગયો છે. જ્યારે કે, અમદાવાદનો સરેરાશ AQI 173 રહ્યો છે. સૌથી વધુ પ્રદૂષિત હવા રખિયાલ વિસ્તારમાં જોવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવાળી પહેલા જ સ્માર્ટ સિટી અમદાવાદની હવા પ્રદુષિત બની છે. એક-બે નહિ, અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં હવા દુષિત બની રહી છે. પીરાણા, રાઇખડ, રખિયાલ, ચાંદખેડા, લેખવાડામાં PM 2.5 અને AQI 200 ની ઉપર પહોંચ્યું છે. આજે અમદાવાદનું ઓવર ઓલ AQI 173 PM 2.5 એ પહોંચ્યું છે. સૌથી વધુ હવા પ્રદુષિત રખિયાલ વિસ્તારમાં છે. 


સરદાર પટેલ જયંતી પર પાટીદારોનું ભવ્ય આયોજન : દરેક પોતાના શહેર-ગામથી લાવશે માટી


  • ચાંદખેડામાં AQI 203 PM 2.5

  • પીરાણા AQI 211 PM 2.5

  • રખિયાલ માં AQI 289 PM 2.5 

  • લેખવાડામાં AQI 173 PM 2.5 208


AQI 200 ની ઉપર જતા હવા POOR કેટેગરીમાં હોવાથી ઓરેન્જ અલર્ટ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ સ્થિતિમાં શ્વાસ સંબંધી દર્દીઓ બાળકો, વૃધ્ધો, હ્રદય અને ફેફસાં સંબંધિત બીમારી હોય તેવા લોકોને બહાર ન નીકળવા આ અલર્ટ અપાતું હોય છે. લોકોને બહાર ન નીકળવાની ન સુચના અપાતી હોય છે. 


ગુજરાત જેમ જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે તેમતેમ ગુજરાતમાં રહેવુ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ મોંઘવારીને કારણે રહેવુ મોંઘું, તો બીજી તરફ શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગોની ચીમનીઓ ધુમાડો ઓકી રહી છે. જેને કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. 80 થી 120 ઈન્ડેક્સ હોય તો એવરેજ નબળી અને 120 થી 300 ઈન્ડેક્સ હોય તો અત્યંત નબળી કેટેગરી ગણવામાં આવે છે. 


સ્યૂસાઈડ નોટમાં સોલંકી પરિવારના અંતિમ શબ્દો : અમે જીવતા કોઈને હેરાન નથી કર્યા અને મર્યા પછી પણ કોઈ હેરાન થાય તેવું નથી ઈચ્છતા


અમદાવાદમાં પણ બેદરકારીના કારણે હવા સતત ઝેરી બની રહી છે. હાઈવે નિર્માણના કારણે ત્રણ ગણું પ્રદૂષણ વધ્યું છે. હાઈવે પરની હવા શ્વસન સંબંધી બીમારીઓ નોતરી રહી છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ. કેમ કે ગત વર્ષે કેગ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં 5 વર્ષની કામગીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં માત્ર જીપીસીબી જ નહીં પરંતુ માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી બેદરકારીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર થઈ રહી છે તેવુ જણાવાયુ હતું. બીજી તરફ, અમદાવાદમાં પીરાણાના કારણે પણ પ્રદુષણ વધી રહ્યું છે. શહેરમાં પ્રદુષણનું પ્રમાણ વધતા પર્યાવરણ સંકટ જેવી સ્થિતિ જોવા મળી છે. આ ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે. અમદાવાદ માટે હજી પણ પીરાણાનો ડુંગર માથાનો દુખાવો છે. 


સુરતમા હાર્ટ એટેકથી આજે 3 યુવકોના મોત : બે યુવકોને ઊંઘમાં આવ્યુ મોત, સવારે ઉઠ્યા નહિ