અમદાવાદ એરપોર્ટ બન્યું દેશનું સૌથી બિઝી એરપોર્ટ : અત્યાર સુધીના સૌથી વધુ મુસાફરો 2023 માં નોંધાયા
Ahmedabad Airport : વર્ષ 2023માં મુસાફરોથી ધમધમ્યું અમદાવાદ એરપોર્ટ...ગત વર્ષે 11 કરોડ 65 લાખ મુસાફરોએ કરી અવરજવર...10 વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઈ મુસાફરોમાં 25 ગણો વધારો..
Ahmedabad News : અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વર્ષ 2023માં કુલ અધધ 11.65 કરોડ મુસાફરો નોંધાયા છે. એટલે કે અમદાવાદ એરપોર્ટ પર દૈનિક 32 હજાર મુસાફરોએ અવજવર કરી છે. અમદાવાદ એરપોર્ટ પર 2014માં કુલ 48.09 લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ હતી. આમ, 10 વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઈ મુસાફરોમાં 25 ગણો જેટલો વધારો થયો છે.
છેલ્લાં 12 મહિનામાં કેટલા મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરી તેની વાત કરીએ તો...
- જાન્યુઆરીમાં 10 લાખ 60 હજાર 877 મુસાફરો
- ફેબ્રુઆરીમાં 9 લાખ 75 હજાર 680 મુસાફરો
- માર્ચ મહિનામાં 10 લાખ 9 હજાર 680 મુસાફરો
- એપ્રિલ મહિનામાં 9 લાખ 43 હજાર 56 મુસાફરો
- મે મહિનામાં 10 લાખ 1 હજાર 307 મુસાફરો
- જૂન મહિનામાં 9 લાખ 48 હજાર 383 મુસાફરો
- જુલાઈ મહિનામાં 9 લાખ 34 હજાર 223 મુસાફરો
- ઓગસ્ટ મહિનામાં 9 લાખ 32 હજાર 223 મુસાફરો
- સપ્ટેમ્બર મહિનામાં 9 લાખ 43 હજાર 344 મુસાફરો
- ઓક્ટોબર મહિનામાં 8 લાખ 87 હજાર 113 મુસાફરો
- નવેમ્બર મહિનામાં 10 લાખ 4 હજાર 586 મુસાફરો
- ડિસેમ્બર મહિનામાં 9 લાખ 91 હજાર 498 મુસાફરો
ગુજરાતીએ જીત્યું બિગબોસ 17 નું ટાઈટલ : મુનવ્વર ફારુકીનો વિવાદો સાથે છે જૂનો નાતો
ગુજરાત પર વધુ એક આફતની આગાહી : કાતિલ ઠંડીના જબરદસ્ત રાઉન્ડની એન્ટ્રી