મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત DRI દ્વારા બે કિલો હેરોઇનનો જથ્થો કબ્જે કર્યો છે. આ હેરોઈનનો જથ્થો તાન્ઝાનિયાનો શખ્સ લઈને આવી રહ્યો હોવાની ડીઆરઆઇને અગાઉથી જ બાતમી હતી. જેના પગલે એરપોર્ટ પર પહેલાથી જ સર્ચ કરી રહેલા અધિકારીની ઝપટે આરોપી ચડ્યો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી ગુપ્ત ખાનામાં છુપાવાયેલું 2 કિલો હેરોઇન ઝડપાયું હતું. જેની આશરે બજાર કિંમત 14 કરોડ રૂપિયા હોવાનું મનાઇ રહ્યું છે. DRIના અધિકારીઓએ SVIP અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરને અટકાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો આ ડમ્પિંગ સાઇટ બંધ નહી થાય તો આખા જિલ્લામાં લુલા લંગડા બાળકો પેદા થશે, ઘેર ઘેર હશે માંદગીના ખાટલા


તાન્જાનિયન નાગરિકના સામાનની તપાસ દરમિયાન, બ્રાઉન પાવડરી પદાર્થથી ભરેલી એક પ્લાસ્ટિકની થેલી સામાનના તળિયે ખોટા પોલાણમાં છુપાવેલી મળી આવી હતી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓએ ફિલ્ડ ડ્રગ આઇડેન્ટિફિકેશન ટેસ્ટ કીટનો ઉપયોગ કરીને પરીક્ષણ કર્યું હતું. પેસેન્જરોના ચેક-ઇન બેગેજમાંથી પ્રાપ્ત થયેલા પેકેજોમાં સમાવિષ્ટ ગ્રાન્યુલ્સ/પાઉડરના બ્રાઉન રંગના મિશ્રણના પ્રાથમિક પરીક્ષણમાં એનડીપીએસ ડ્રગ હેરોઈન માટે સકારાત્મક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.


ગુજરાત સરકારનું એડવાન્સ આયોજન! 2050ની વસ્તીને ધ્યાને રાખીને અત્યારથી જ આયોજન, CM એ પ્રોજેક્ટને લીલીઝંડી આપી


અત્રે ઉલ્લેખનીય છે કે, પ્લાસ્ટિકની થેલીમાંથી કુલ 2 કિલો હેરોઈન મળી આવ્યું હતું. જે ડીઆરઆઇ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ, 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તાંઝાનિયાના નાગરિકની ડ્રગ હેરફેરમાં પોતાની સંડોવણી સ્વીકારી હતી. ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ NDPS એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ, સામાનમાં છુપાવીને ભારતમાં નાર્કોટિક ડ્રગ લઈ જવા સહિતની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હાલ તો તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 15 દિવસમાં અમદાવાદ એરપોર્ટ પર આ પાંચમી વખત ડીઆરઆઇ દ્વારા દરોડા પાડીને હેરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. 90 કરોડની કિંમતનું કુલ 13 કિલો હેરોઈન ઝડપી લેવામાં સફળતા મળી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube