જો આ ડમ્પિંગ સાઇટ બંધ નહી થાય તો આખા જિલ્લામાં લુલા લંગડા બાળકો પેદા થશે, ઘેર ઘેર હશે માંદગીના ખાટલા
Trending Photos
મહીસાગર : જિલ્લાના બાલાસિનોર વિસ્તારમાં કેમિકલ ડમ્પિંગ સાઈટનો વિરોધ ઉગ્ર બન્યો છે. સ્થાનિક લોકો દ્વારા કેમિકલ કંપની જ્યાં સુધી બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરના જમીયતપુરા ગામ પાસે કેમિકલ સાઈડનું કામ ચાલુ થતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક આંદોલનો આવેદન પાત્રો વારંવાર તંત્ર અને સરકારને આપવામાં આવ્યા હતા.
જો કે પાંચ વર્ષ બાદ કેમિકલ ડંપિંગ સાઈડ શરૂ કરી દેવામાં આવી મેસર્સ મોરિયા એનવાયરમેન્ટ નામની કેમિકલ ફેકટરીની આજુ બાજુ 29 જેટલી પંચાયત આવેલી છે. બે લાખથી પણ ઉપરાંત લોકો વસવાટ કરી રહ્યા છે, ત્યારે બીજું તરફ કેમિકલ ફેકટરીના કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે. કેમિકલની બદબુના કારણે સ્થાનિક લોકોનો શ્વાસ રૂંધાઇ રહ્યો છે. બાળકો બીમાર પડી રહ્યા છે. પશુ પંખીઓના પણ મોત થઈ રહ્યાં છે, આવી અનેક પીડાઓના કારણે હેરાન પરેશાન બન્યા છે. છતાં પણ સરકાર કે તંત્રને લોકોની પીડા દેખાતી નથી અથવા તો તેમની આંખો પર ઉદ્યોગપતિઓ દ્વરા પૈસાના પાટા બાંધી દેવામાં આવ્યા છે.
સમગ્ર ગુજરાતમાંથી કેમિકલનો વેસ્ટ કચરો લાવી બાલાસિનોર ખાતેની ડંપિંગ સાઈટમાં ઠાલવવામાં આવે છે. જેના કારણે પાણી ન તટમાં કેમિકલનું લાલપાણી આવી ગયું છે. જેના કારણે આવનાર પેઢી પણ ખોડખાપણવાળી પેદા થશે. આ દહેશતને પગલે સ્થાનિક લોકો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી કેમિકલ કંપની બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરી દ્રઢ નિશ્ચય કર્યો હતો. કેમિકલ ફેકટરી સાઈટ વિસ્તારમાં ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યા છે.
બાલાસિનોર જમીયતપુર ગામ ખાતે આવેલ મેસર્સ મોરિયા એનવાયરમેન્ટ નામની કેમિકલ ફેકટરીનો વિરોધ ઉગ્ર બનાવી સરકાર અને તંત્ર પાસે કંપની બંધ કરવાની વિનંતી સાથે આવનાર દિવસોમાં ઉપવાસ આંદોલનમાં ખૂણે ખૂણેથી લોકોને જોડાવા માટેનું આહ્વાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવનાર દિવસોમાં લોકોનો વિરોધની કોઇ અસર થાય છે કે, પછી પિંક કલરની નોટોના કારણે તંત્ર પોતાની આંખો ઢાંકી લે છે તે જોવું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે