અમદાવાદ : દિવાળી પૂર્વે અમદાવાદનાં અનેક વિસ્તારોમાં એસઓજી ટીમ દ્વારા બીડીડીએસ અને ડોગ સ્કવોર્ડને સાથે રાખીને ચેકિંગ કર્યું છે. ભદ્ર વિસ્તાર ભીડભાડવાળો હોવાનાં કારણે અને આઇબીનું ઇનપુટ હોવાનાં કારણે એસઓજી તરફથી તહેવાર પહેલા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડોગ સ્કવોર્ડ અને બીડીડીએસની ટીમ પહોંચતાની સાથે જ ખરીદી કરવા માટે આવેલા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. જો કે પોલીસ અને અન્ય ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવતા લોકોએ રાહતનો સ્વાસ લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: કરિયાણાની દુકાનમાં અફીણનો ધંધો કરતો વેપારી ઝડપાયો, 4 કિલો અફીણ 11 લાખ રોકડા ઝડપાયા

દિવાળીના પગલે આિબીએ હાલમાં જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આતંકવાદી હૂમલાનું એલર્ટ હોવાનાં કારણે પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દિવાળીને હવે ગણત્રીના દિવસો બાકી હોવાના કારણે  શહેરની તમામ એજન્સીઓ એલર્ટ થઇ ચુકી છે. કોઇ ઇચ્છનીય બનાવ ન બને તે માટે એલર્ટ આપવામાં આવતા તમામ ભીડભાઢવાળા સ્થળો પર તપાસ કરવામાં આવશે. એસઓજી ટીમ દ્વારા આજે ભદ્ર સહિતનાં વિસ્તારમાં તપાસ કરી હતી.


આખો દેશ 15 ઓગસ્ટે ઉજવે છે પણ જૂનાગઢ આજે ઉજવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ જાણો કારણ

એસઓજીએ બીડીડીએસ અને ડોગ સ્કવોર્ડ દ્વારા અહીં વેપારીઓનાં તમામ સામાન ને વાહનો ચેક કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આગામી દિવસોમાં હોટલ અને મોલ સહિતના વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓએ વિગતો મંગાવી હતી. ધ્વની અને વાયુ પ્રદૂષણ કરતા તથા વિદેશી  ફટાકડા વેચનાર સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર રાજ્યમાં તહેવારોને ધ્યાનમાં રાખતા ભીડભાડવાળા વિસ્તારો અને શહેરોમાં પોલીસ દ્વારા કડકમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube