આખો દેશ 15 ઓગસ્ટે ઉજવે છે પણ જૂનાગઢ આજે ઉજવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ જાણો કારણ

સમગ્ર ભારત દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ માં આઝદી ની ખુશી માનવી રહ્યો હતો, ત્યારે જુનાગઢની પ્રજા નવાબી શાશનની ગુલામીમાં સબડી રહી હતી. જુનાગઢના નવાબે જુનાગઢ રાજ્યને પાકિસ્તાન જાહેર કરતા જુનાગઢની પ્રજાએ બળવો કર્યો હતો. આરઝી હકુમતની સ્થપના કરવામાં આવી હતી. ત્યારબાદ સરદારની કુનેહ નીતિથી જુનાગઢ ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ આઝદ થયું હતું.

Updated By: Nov 8, 2020, 10:13 PM IST
આખો દેશ 15 ઓગસ્ટે ઉજવે છે પણ જૂનાગઢ આજે ઉજવે છે પોતાનો સ્વતંત્રતા દિવસ જાણો કારણ

ભાવીન ત્રિવેદી/જૂનાગઢ : સમગ્ર ભારત દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ માં આઝદી ની ખુશી માનવી રહ્યો હતો, ત્યારે જુનાગઢની પ્રજા નવાબી શાશનની ગુલામીમાં સબડી રહી હતી. જુનાગઢના નવાબે જુનાગઢ રાજ્યને પાકિસ્તાન જાહેર કરતા જુનાગઢની પ્રજાએ બળવો કર્યો હતો. આરઝી હકુમતની સ્થપના કરવામાં આવી હતી. ત્યારબાદ સરદારની કુનેહ નીતિથી જુનાગઢ ૯ નવેમ્બર ૧૯૪૭ના રોજ આઝદ થયું હતું.

હિંમતનગરમાં પરણિતાએ યુવકને ખેતરમાં બોલાવ્યો કહ્યું, ખેતરમાં મજા કરીશું, બીજા દિવસે મળી લાશ
 
ભારતની આઝદી બાદ નવાબી શાશન ધરાવતું જુનાગઢ આઝાદ થયું હતું. જુનાગઢના નવાબ મહાબતખાને મહમ્મદઅલી ઝીણાને પત્ર લખી જુનાગઢ રાજ્યને પાકિસ્તાન સાથે રખાવની ભલામણ કરી હતી. ભુટ્ટોએ પણ સ્ટેટ ગેજેટમાં જુનાગઢને પાકિસ્તાન સાથે રાખવાની દરખાસસ્ત કરી હતી. જો કે જુનાગઢની પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકો હિજરત કરવા લાગ્યા હતા.જુનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે થાય છે તેવી જાણકારી મહાત્મા ગાંધીને મળતા તેને આરઝી હકુમતની સ્થપના કરી અને તેના સરનશીન તરીકે શામળદાસ ગાંધીની  નિયુક્તિ કરી અને પ્રધાન મંડળની રચના કરવામાં આવી હતી. જુનાગઢને આઝાદ કરાવવા આ પ્રધાન મંડળ રાજકોટ આવ્યું અને ત્યાં હવે પછીની દિવાળી જુનાગઢમાં ઉજવીશું તેવી શામળદાસ ગાંધીએ ગર્જના કરી હતી. જુનાગઢના નવાબ મહોબતખાનને જુનાગઢમાં રહેવાનું અશક્ય લાગતા કેશોદ એરપોર્ટ પરથી  વાટાઘાટોને બહાને પાકિસ્તાન જતા રહ્યા.

GUJARAT CORONA UPDATE: નવા 819 દર્દી, 1020 રિકવર થયા, 7 લોકોનાં નિપજ્યાં મોત

આરઝી હકુમત પોતાના બળે એક પછી એક ગામડાં કબજે કરવા માંડ્યા. ૮ નવેમ્બર સુધીમાં ૧૦૮ ગામડાં કબજે કર્યા. ૯ નવેમ્બર ૧૯૪૭ ના રોજ હાર્વે જોન્સે જુનાગઢનો કબજો રાજકોટ નીલમ બુચ ને આપ્યો અને સાંજે  ૬ કલાકે  બ્રિગેડીયર ગુરૂદયાલસિંહે ઢંઢેરાથી જુનાગઢનો કબજો લીધો. ત્યાર બાદ હિન્દી સૈનિકોએ સૌ પ્રથમ જુનાગઢનો ઉપરકોટનો કબજો લીધો હતો. જુનાગઢ આઝાદ થયું. જુનાગઢ આઝાદ થયા બાદ લોકો મનમાં એમ હતું કે હવે શું થશે ત્યારે ભારતના નાયબ વડાપ્રધાન સરદાર પટેલ કેશોદ આવ્યા અને ત્યાંથી રેવલે માર્ગે જુનાગઢ આવી લોકોની લાગણીને ધ્યાનમાં લઇ ઐતીહાસિક બહાઉદીન કોલેજ ખાતે જાહેર સભાનું આયોજન કર્યું હતું. ઉમટેલી મેદનીને પૂછવામાં આવ્યું તમે ભારત સાથે રહેવા માંગો છે કે પાકિસ્તાન સાથે ત્યારે હજારો લોકોએ ભારતમાં રહેવાની ઇરછા દર્શાવતા જુનાગઢનું ભારત સાથે જોડાણ થયું હતું. આમ જુનાગઢની આઝાદી માટે સરદારની કુનેહ નીતિ કામ આવી હતી. અનેક સ્વાન્ત્રય સેનાનીઓએ સ્વનત્રતા માટે પોતાના લોહી રેડ્યા છે ત્યારે આપણે આઝાદીનો ઉત્સવ મનાવી શકી છીએ.  ત્યારે જુનાગઢની આઝાદીના ઈતિહાસને બદલનાર આરઝી હકુમતના સેનાનીઓએ તત્કાલીન સમયે જુનાગઢની મુક્તિ સમયે જે સંગ્રામ ખેલ્યો હતો તે વિશ્વની સફળ ક્રાંતિ પૈકી એક ગણાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube