AMC માં કોંગ્રેસનું કાર્યાલય નાનુ કરીને ઔવેસીની પાર્ટીનું કાર્યાલય બનાવાશે
- અસુદ્દીન ઔવેસીએ આજે અમદાવાદમાં AIMIM ના જીતેલા ઉમેદવાર સાથે મીટિંગ કરી
- ચૂંટણીમાં AIMIM ના ઉમેદવાર વિજયી બનતા તેઓને કોર્પોરેશનમાં કાર્યાલય આપવામાં આવશે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં મહાનગરપાલિકામાં ભલે ઓછી સીટ આવી હોય પણ અસુદ્દીન ઔવેસી (asaduddin owaisi) ની પાર્ટી 7 સીટની જીતને ઓછી આંકી શકાય તેમ નથી. અમદાવાદમાં AIMIM પાર્ટીને 7 બેઠક મળવી, એટલે લધુમતી મતદારોનું વલણ બદલાયા તરફ સ્પષ્ટ ઈશારો છે. અમદામાં માત્ર એક સભા કરીને AIMIM એ 7 બેઠક કબજે કરી છે. ત્યારે હવે આ વચ્ચે કોર્પોરેશન ઓફિસ ખાતે AIMIM નું કાર્યાલય બની રહ્યું છે. ચૂંટણીમાં AIMIM ના ઉમેદવાર વિજયી બનતા તેઓને કોર્પોરેશનમાં કાર્યાલય આપવામાં આવશે. કોંગ્રેસ કાર્યાલય નાનું કરી AIMIM નું કાર્યાલય બનાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : જીવ સટોસટનો ખેલ ખેલીને સુરત પોલીસે આત્મહત્યા કરતા યુવકને બચાવ્યો
AIMIM પાર્ટીએ અમદાવાદમાં ચૂંટણીનું ગણિત બદલ્યું
તો બીજી તરફ અસુદ્દીન ઔવેસી હાલ ગુજરાતની મુલાકાતે છે. તેમણે આજે અમદાવાદમાં AIMIM ના જીતેલા ઉમેદવાર સાથે મીટિંગ કરી હતી. તેઓ તમામ ઉમેદવારને મળ્યા હતા. AIMIM ઈફેક્ટ હવે સ્પષ્ટપણે ગુજરાતમાં દેખાઈ રહી છે. AIMIM પાર્ટીએ અમદાવાદમાં ચૂંટણી (local election) નું ગણિત બદલી નાંખ્યું છે. આમ આદમી પાર્ટીને અમદાવાદમાં કોઈ સીટ ન મળી, પણ સામે AIMIM ને 7 સીટ મળી છે. જે કોંગ્રેસ તથા ભાજપ માટે ચેલેન્જિંગ બાબત છે. લઘુમતી વોટ બેંક અત્યાર સુધીમાં કોંગ્રેસ પાસે હતી, પરંતુ મ્યુનિ.ની ચૂંટણીમાં તેમણે ઓવૈસીનો વિકલ્પ પસંદ કર્યો હોવાનું જોવા મળ્યું છે.
આ પણ વાંચો : હિન્દુ યુવતીઓને કોઈ ઉઠાવી લઈ જાય એ હવે નહિ ચાલે : CM રૂપાણી
ગોધરામાં અસુદ્દીનની સભામાં જંગી ભીડ
તો ગઈકાલે ગોધરા ખાતે અસુદ્દીન ઔવેસીની જાહેર સભા યોજાઈ હતી. ગત રાત્રે યોજાયેલી સભામાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. તે તેમની ગુજરાતમાં લોકપ્રિયતા બતાવે છે. સાથે જ ત્યારે આ જંગી જાહેર સભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઔવેસીએ સભામાં ભાજપ અને કોંગ્રેસ ઉપર વિવિધ મુદ્દા ટાંકી શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે અમદાવાદમાં પોતાની પાર્ટીને મળેલી જીત બદલ મતદારોનો આભાર માન્યો હતો. તો સાથે જ કિસાન આંદોલન, પેટ્રોલ ડીઝલ ભાવ વધારો અંગે નિવેદન કર્યા હતા. ઔવેસી સભા પૂર્ણ કરી પરત જવા નીકળ્યા હતા ત્યારે ત્યાં ઉપસ્થિત જનમેદની સ્ટેજ તરફ ઘસી ગઈ હતી. સુરક્ષાકર્મી અને પોલીસને ઔવેસીના વાહનોના કાફલાને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
આ પણ વાંચો : વસાવા V/s વસાવા : મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતો કાચીંડો કહ્યો