જીવ સટોસટનો ખેલ ખેલીને સુરત પોલીસે આત્મહત્યા કરતા યુવકને બચાવ્યો
Trending Photos
- એક તરફ યુવકને વાતોમાં વ્યસ્ત રાખવામાં આવ્યો હતો. તો બીજી તરફ અન્ય પોલીસ કર્મચારીએ યુવકને પકડીને તેનો જીવ બચાવી લીધો
- મનોહરને ક્યાંક ને ક્યાંક એવી બીક હતી કે પોલીસ તેને પકડી જશે એ બીકે તેને આપઘાત કરવા જઈ રહ્યો હતો
ચેતન પટેલ/સુરત :સુરતના પુણા વિસ્તારમાં એક યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાન ચોથા માળની છત પર ઊભો રહી આપઘાત કરવાનો પ્રયાસ કરતાં પુણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પુણા પોલીસ મથકના પીઆઇ તથા તેમના પીએસઆઇ દોરડા વડે ચોથા માળ સુધી પહોંચ્યા હતા અને આ યુવાનને આત્મહત્યા કરતા બચાવ્યો હતો. યુવાન રાજસ્થાનમાં એક શખ્સને મારી ભાગી છૂટ્યો હતો. તેની વિરુદ્ધ કલમ 307 મુજબ ગુનો પણ નોંધાયેલો છે. ત્યારે યુવાનને બીક હતી કે પોલીસ તેને પકડી લેશે. જેને કારણે યુવકે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
લોકોનું ટોળું જોઈ યુવક ગભરાયો
સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા ગણેશ નગરના એપાર્ટમેન્ટમાં ચોથા માળે એક યુવાન છતના ભાગે ઉભો રહી ગયો હતો. આ જોઈને સ્થાનિક રહેવાસીઓ દોડી ગયા હતા. યુવક આપઘાતનો પ્રયાસ કરવા જઈ રહ્યો હતો તે દરમિયાન સ્થાનિક લોકો એપાર્ટમેન્ટની બહાર દોડી આવ્યા હતા. લોકોનું ટોળું જોઈ યુવક પણ ગભરાઈ ગયો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ પુણા પોલીસનાં પી.આઇ તથા પી.એસ.આઇ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો : ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાંખી, કમરમાં હાથ ફેરવીને અશોક વાઢેરે કર્યો ડાન્સ, Video Viral
પોલીસે યુવકને જીવ સટોસટનો ખેલ ખેલીને બચાવ્યો
સ્થાનિક લોકોએ પહેલા યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેને માન્યો ન હતો. ત્યારે પોલીસની ટીમે આવીને યુવકને આપઘાત ન કરવા માટે અપીલ કરી હતી. જોકે યુવાન એકનો બે ન થયો. ત્યાર બાદ પુણા પોલીસ મથકના પીઆઇ ગડરીયા તથા તેમના પી.એસ.આઇ ઉપરના માળ તરફ ગયા હતા અને દોરડાથી નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. એક તરફ યુવકને વાતોમાં વ્યસ્ત રાખવામાં આવ્યો હતો. તો બીજી તરફ અન્ય પોલીસ કર્મચારીએ યુવકને પકડીને તેનો જીવ બચાવી લીધો હતો.
આ પણ વાંચો : મેયરની રેસમાં કોણ આગળ? આ નામો પર ચાલી રહી છે ચર્ચા
રાજસ્થાનમાં મારામારી કરીને યુવક સુરત આવ્યો હતો
યુવકની જ્યારે પુછપરછ કરવામાં આવી ત્યારે તેને પોતાનું નામ મનોહર રાઠોડ હોવાનું જણાવ્યું હતું. તેણે જણાવ્યું કે, ચારેક માસ પહેલા તેને પોતાના વતનમાં એક યુવક સાથે બોલાચાલી થઈ હતી. અંગત અદાવતમાં તેના મિત્રો સાથે મળીને તેણે એ યુવકને લોખંડની ગડરથી માર માર્યો હતો. જે બનાવમાં મનોહર તથા તેના મિત્રો વિરુદ્ધ કલમ 307 મુજબ રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. હવે પોલીસ તેને શોધી રહી છે. મનોહરને ક્યાંક ને ક્યાંક એવી બીક હતી કે પોલીસ તેને પકડી જશે એ બીકે તેને આપઘાત કરવા જઈ રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે