જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કેમ આટલો હોબાળો થયો, આવી ગયા સરકારી પરીક્ષાના લેટેસ્ટ અપડેટ
AMC Junior Clerk Exam : રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની ભરતી માટે પરીક્ષા લેવાઈ હતી... જેમાં સરખેજની શાળામાં ગેરરીતિ થઈ હોવાની ચર્ચા ઉઠી હતી... ગુજરાત યુનિવર્સિટીએ બાદમાં ખુલાસો કર્યો કે આ પરીક્ષા ફરીથી નહિ લેવાય કે રદ પણ નહિ થાય
Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Amc) ની જુનિયર ક્લાર્કની ભરતી માટેની એક્ઝામ દરમ્યાન વિવાદ સર્જાયો હતો. અમદાવાદના મકરબામાં આવેલા એક્ઝામ સેન્ટર પર વિવાદ સર્જાયો હતો. Omr આન્સર શીટની સીરીઝ બદલાઈ હોવાના આરોપ સાથે કેટલાક વિદ્યાર્થીએ હોબાળો કરી અન્યોને એક્ઝામ આપતા રોક્યા હતા. એએમસીમાં 700 જુનિયર ક્લાર્કની જગ્યા માટેની 1 લાખ કરતા વધુએ શાંતિપૂર્વકે લેખિત પરીક્ષા આપી હતી. શહેરમાં 300 કરતા વધુ સેન્ટરો પર પરીક્ષા યોજાઈ હતી. ફક્ત એકજ સેન્ટર પર ગણતરીના વિધાર્થીએ વિરોધ કરતા વિવાદ સર્જાયો હતો. તંત્ર દ્વારા તમામ ખરાઈ કરી યોગ્ય નિયમ મુજબ ખાતરી અપાઈ છતાં અમુક તત્વોએ વાતાવરણ બગાડ્યું હોવાનું ચર્ચા ઉઠી હતી. 4 વાગ્યા સુધીમાં omr આન્સર શીટ અપલોડ કરવાની ખાતરી અપાઈ છતાં અમુક વિધ્યાર્થીઓએ એક્ઝામ ન આપી અને અન્યોને આપવા પણ ન દીધી.
12.30 કલાકે પરીક્ષા હતી, 1.15 સુધી પેપર શરૂ ન થયું
અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે જુનિયર ક્લાર્કની 718 જેટલી જગ્યા પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, સરખેજની શાળામાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ થયા હોવાનાં આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ જબરદસ્ત હોબાળો કર્યો હતો અને પરીક્ષા રદ કરવાની માગી ઉચ્ચારી હતી. પર ક્રમાંક અને OMR ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. બપોરે 12:30 પેપરનો સમય હતો. પરંતુ 1.15 કલાક સુધી પેપર શરુ ન થતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર અન્ય કોઈ સેન્ટર પર વિવાદ સામે આવ્યો નથી. આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ અને કોર્પોરેશને તપાસ હાથ ધરી હતી.
પરીક્ષા રદ નહિ થાય અને ફરીથી પણ નહિ લેવાય
Amc ની જુનિયર ક્લર્કની એક્ઝામમાં વિવાદનો મામલો વકરતા ગુજરાત યુનિવર્સિટી તરફથી નિવેદન આવ્યુ. કુવેશ એક્ઝામ સેન્ટર પર થેયલા વિવાદ મામલે ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ એક્ઝામિનેશન કમિટીના osd ડો.ધર્મેન્દ્ર ચાવડાએ જણાવ્યું કે, આજની લેવાયેલી પરીક્ષા રદ્દ નહીં થાય કે પુનઃ નહીં લેવાય. Gupec ના નેજા હેઠળ પરીક્ષા લેવાઈ હતી. ફક્ત ગણતરીના લોકોના વિરોધના કારણે અન્યોને અન્યાય નહીં થવા દઈએ. એક્ઝામિનેશ કમિટી દ્વારા આ નિર્ણય લેવાયો છે. અન્ય એક સેન્ટરમાં જ્યાં omr શીટ બદલાઈ હતી ત્યાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી. ફક્ત આ જ સેન્ટરમાં અમુક તત્વોની ઉશ્કેરણીના કારણે પરીક્ષાર્થીઓએ પરીક્ષા નથી આપી.
યુવરાજસિંહની ફરી પરીક્ષા લેવાની વાત
સમગ્ર છબરડો સામે આવતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે છે અમ્યુકો.ના રિક્રુટમેન્ટ સેલની બેદરકારીના કારણે આ સમગ્ર બનાવ બન્યો છે. યુવરાજસિંહે કહ્યું કે, OMR ક્રમાંક અને પ્રશ્ન ક્રમાંક અલગ અલગ ત્યારે જ થઈ શકે જ્યારે AMC અને કુવૈસ પ્રાથમિક શાળામાં સંકલનનો અભાવ હોય. યુવરાજસિંહે માગ કરી છે કે AMCની રિક્રુટમેન્ટ સેલની બેદરકારીના પાપે 300 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી શક્યા નથી. આથી આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી આ પરીક્ષા તાત્કાલિક લેવામાં આવે.
712 જગ્યા માટે 1 લાખ 11 હજાર અરજી
રાજ્યમાં બેરોજગારીનું સ્તર કેટલે છે તેનું સ્પષ્ટ ચિત્રણ આજે યોજાનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સહાયક જુનિયર કલાર્કની પરિક્ષાએ બતાવી દીધું છે. મ્યુનિ.ની સહાયક જુનિયર કલાર્કની 712 જગ્યા માટે 1.11 લાખ ઉમેદવારોએ અરજી કરી છે. ગતરોજ ગાંધીનગર અને અમદાવાદના 314 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી.