અમદાવાદ : સામાન્ય રીતે ખઆનગી અને સરકારી બેંકોના ATM ની સુરક્ષા બેજોડ હોય છે. ભલભલા મશીનો પણ આ મશીનને ભેદી શકતા નથી. જો કે અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા ઝડપવામાં આવ્યા છે. એક ભેજાબાજની મોડસ ઓપરેન્ડી જાણી આશ્ચર્યચકિત રહેશે. ઠગાઇની દુનિયામાં ટેક્નોલોજીને પણ બીટ કરીને ઠગાઇ કરતા આ યુવકને પોલીસે ઝડપી પાડ્યા બાદ ચોંકાવનારી હકીકતો આવી છે. આ આરોપી ઘણા સમયતી ફરાર હતો. એટીએમ મશીનમાંથી રૂપિયા ખંખેરી લેવાની તરકીબ અજમાવી ચુક્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારે જાહેર કરેલી અનલોક-4ની ગાઇડલાઇન સરળ શબ્દોમાં સમજો, 24 કલાક ખુલ્લી રહેશે દુકાનો

અમદાવાદ એલસીબી દ્વારા એલસીબી દ્વારા એક શાતિર ઠગને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી છેલ્લા ઘણા સમયથી પોલીસથી બચીને ભાગી રહ્યો હતો. આરોપી પોતાની ગેંગ સાથે મળીને ATM માં સ્વેપિંગ મશીન મુકીને છેતરપિંડી કરતો હતો. ગ્રામ્ય LCB દ્વારા છેલ્લા 2 વર્ષથી ફરાર આરોપી વિનય ભાવસારને ઝડપી પાડ્યો છે. 


ચુની ગજેરાએ સુરતમાં પોતાની જ શાળાની શિક્ષિકાની છેડતી કરી, અશ્લીલ ક્લિપ અને ગંદા ઇશારા

આરોપીના અન્ય સાગરીતો પણ અગાઉ પોલીસની ગિરફ્તમાં આવી ચુક્યા છે અને લોકો ભેગા તઇને ગુનાઓને અંજામ આપતા હતા. આરોપી તેના સાગરીતો સાથે મળી સ્વેપિંગ મશીનથી એટીએમ કાર્ડનો ડેટા મેળવીને એટીએમ ક્લોન કરી એટીએમમાંથી રૂપિયા સેરવી લેતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપી હાલ ઘાટલોડિયા અને બોપલનાં 2 ગુનાઓની કબુલાત કરી છે. જો કે પોલીસનું માનવું છે આ લોકો આવી રીતે અન્ય ગુનાઓ પણ કરી ચુક્યા હશે. જેથી આ દિશામાં વધારે તપાસ કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર