અમદાવાદ: આંગણવાડીમાં ઉપયોગ થતા તેલનાં ડબ્બાનું કૌભાંડ, જનતાએ કરી રેડ
અમદાવાદનાં ગોમતીપુર વિસ્તાર ખાતે આવેલી મ્યુનીસિપલ શાળામાં ચાલી રહેલા આંગણવાડી કેન્દ્રમાં એક્સપાયરી ડેટનાં તેલનાં ડબ્બા મળી આવતા નાગરીકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ગોમતીપુર વિસ્તારનાં નાગરીકોને માહિતી મળી હતી કે, આંગણવાડી કેન્દ્રમાં એક્સપાયરી ડેટનાં તેલનાં ડબ્બા પડ્યા છે.
અમિત રાજપુત/અમદાવાદ: અમદાવાદનાં ગોમતીપુર વિસ્તાર ખાતે આવેલી મ્યુનીસિપલ શાળામાં ચાલી રહેલા આંગણવાડી કેન્દ્રમાં એક્સપાયરી ડેટનાં તેલનાં ડબ્બા મળી આવતા નાગરીકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ગોમતીપુર વિસ્તારનાં નાગરીકોને માહિતી મળી હતી કે, આંગણવાડી કેન્દ્રમાં એક્સપાયરી ડેટનાં તેલનાં ડબ્બા પડ્યા છે.
ત્યારબાદ નાગરીકો દ્વારા જનતા રેડ કરીને સમગ્ર ખુલાસો કરવામાં આવ્યો હતો. નાગરીકો દ્વારા આંગણવાડી કેન્દ્રનાં જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. છતાંય કોઈ અધિકારી ફરક્યું ન હતું. અને આખરે કેન્દ્રનાં સંચાલકો દરવાજાને તાળું મારી ફરાર થઇ ગયા હતા.
અમદાવાદના રસ્તાઓ પર પાન-મસાલા ખાઇને થુકનારાઓને મળશે ‘ઈ-મેમો’
જાહેર જનતાને જાણ થતા કે, ગોમતીપુર વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં એક્સપાયરી ડેટવાળા તેલના ડબ્બાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જનતાએ રોષમાં જાતે જ રેડ કરીને તંત્રની પોલ ખોલી હતી. જનતા રેડ થતા કોઇ પણ અધિકારીઓ દ્વારા આ અંગે જવાબ આપવામાં આવ્યો નથી.