અમદાવાદના રસ્તાઓ પર પાન-મસાલા ખાઇને થુકનારાઓને મળશે ‘ઈ-મેમો’

જાહેરમાં પાન-માસાલા ખાઇને થુંકીને ગંદકી કરનારાને ઇ-મેમો આપીને દંડનીય કાર્યવાહી કરવાની દેશભરમાં સૌપ્રથમ શરૂઆત કરનાર બનશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પેરેશન
 

અમદાવાદના રસ્તાઓ પર પાન-મસાલા ખાઇને થુકનારાઓને મળશે ‘ઈ-મેમો’

અર્પણ કાયદાવાલ/અમદાવાદ: શહેરને સ્વચ્છ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને લઇને હવે જાહેર સ્થળ અને રોડ પર પાન-મસાલા ખાઇ ગમે ત્યાં થુંકીને ગંદકી ફેલાવનારા ઇસમો સાથે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ અંતર્ગત કોર્પોરેશન દ્વારા જાહેર સ્થળો પર માવા અને પાનમસલા ખઇને થુકીને ગંદકી કરનારા લોકોને મેમો આપવાની શરૂઆત કરવામાં આવશે. 

ટ્રાફિક નિયમો ભંગ કરનાર નાગરિકોને જે રીતે ઇ-મેમો મોકલી દંડ-વસુલવામાં આવે છે. તેવી જ રીતે ટ્રાફિક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવામાં આવેલા સીસીટીવી કેમેરાનાં આધારે પાન-માસાલ ખાઇ જાહેરમાં થુંકનાર નાગરિકોની વીડિયો ક્લીપ ઇમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓના રહેઠાણ પર ઇ-મેમો મોકલવામાં આવશે. આ પ્રકારની શરૂઆત દેશભરમાં સૌપ્રથમ વાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

તાજેતરમાં જ સરદાર પટેલ સેટેચ્યું રોજ પર લગાવામાં આવેલ સીસીટીવી કેમેરેની મદદથી નરોડાનાં નાગરિકને પાન-મસાલા ખઇને જાહેરમાં પીચકારી મારવા બદલ ઇ-મેમો પાઠવવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે ટ્રાફિક સિગ્નલો પર આ પ્રકારે ગંદકી ફેલાવતા લોકોનો સિગ્નલ પર લાગેલા સીસીટીવી પરથી ઇમેજ મેળવી ઇ-મેમો આપવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news