અમદાવાદ : ફિલ્મોના સ્ટંટને પણ ટક્કર મારે તેવો અકસ્માત, બેફામ કાર ચાલકે આશાસ્પદ યુવાનનો જીવ લીધો
શહેરના S.G હાઇવે કારની રફતારે એક આશાસ્પદ યુવાનનો જીવ લીધો. ચાંદલોડિયા ખાતે રહેતો ઋત્વિઝ પટેલ ઇસ્કોન બ્રિજ ઉતરીને પકવાન તરફ એક્ટિવવા પર જઈ રહ્યો હતો. ત્યારે રાજપથ કલબ પાસે પાછળથી પુરઝડપે આવેલી કારે એક્ટિવવાને ટક્કર મારી હતી. કાર ફંગોળાઈને ડિવાઈડરની બીજી સાઈડ પર પહોંચી હતી. જ્યારે એક્ટિવવાનો કચરઘાણ નીકળી ગયો હતો. એક્ટિવવા ચાલક ઋત્વિઝ પટેલનું મોત નિપજ્યું હતું.
અમદાવાદ: શહેરના S.G હાઇવે કારની રફતારે એક આશાસ્પદ યુવાનનો જીવ લીધો. ચાંદલોડિયા ખાતે રહેતો ઋત્વિઝ પટેલ ઇસ્કોન બ્રિજ ઉતરીને પકવાન તરફ એક્ટિવવા પર જઈ રહ્યો હતો. ત્યારે રાજપથ કલબ પાસે પાછળથી પુરઝડપે આવેલી કારે એક્ટિવવાને ટક્કર મારી હતી. કાર ફંગોળાઈને ડિવાઈડરની બીજી સાઈડ પર પહોંચી હતી. જ્યારે એક્ટિવવાનો કચરઘાણ નીકળી ગયો હતો. એક્ટિવવા ચાલક ઋત્વિઝ પટેલનું મોત નિપજ્યું હતું.
કોરોના અંગે AMC એ જાહેર કર્યો સ્ફોટક વીડિયો, જોઇને કોઇના પણ હાજા ગગડી જશે
કાર નવરંગપુરામાં રહેતા કિશન પટેલની હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે CCTV ના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સીસીટીવી જોતા લાગી રહ્યું છે કે, કારચાલક પુરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો. જેને પગલે બે વાહન ચાલકોને તેને અડફેટે લઇ કારણે પલ્ટી ખવડાવી દીધી હતી. હાલ કાર ચાલક પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેના કારણે પોલીસ તપાસ પણ વિલંબીત થઇ રહી છે.
Gujarat Corona Update: 1411 નવા કેસ નોંધાયા, 10નાં મોત, 1231 દર્દીઓ સાજા થયા
અત્રે ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે જાણે મોતનો હાઇવે બનતો જાય છે. રાત્રે આ હાઇવે વધારે વિકરાળ બની જાય છે. યુવાનો બેફામ પણે ગાડી હંકારે છે. જેના કારણે સામાન્ય રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે. આ ઉપરાંત હાલ એસજી હાઇવેના 6 લેનિંગની કામગીરી પણ ચાલી રહી છે. જેના કારણે અનેક સ્થળ પર હાઇવેને કોર્ડન કરીને સર્વિસ રોડ પર ટ્રાફીક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેના કારણે હાઇવે પર રહેલી સ્ટ્રીટલાઇટ પણ કાઢી નાખવામાં આવી છે. જેથી હાઇવે સુમસાન અને અંધારીયો બની જાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube