અમદાવાદ :CAA અને NRCના વિરોધ (Citizenship Amendment Bill) માં ઉત્તર અને પૂર્વોત્તર ભારત બાદ ગુજરાતમાં પણ હિંસક દેખાવો જોવા મળ્યાં છે. છેલ્લાં બે દિવસોથી ધીરે ધીરે ગુજરાતના શહેરોમાં તોફાનો વધતા ગયા. પહેલા અમદાવાદ, બનાસકાંઠા અને બાદમાં વડોદરામાં દેખાવો હિંસક બન્યા હતા. ત્યારે અમદાવાદ અને વડોદરામાં થયેલા પથ્થરમારા (Stone pelters) માં એક ખાસ પેટર્ન જોવા મળી. આ પેટર્ન કાશ્મીરના પત્થરબાજોની પેટર્ન (Kashmir pattern) ને એકદમ મળતી આવે છે. એમ કહી શકાય કે, કાશ્મીર પેટર્નથી પ્લાનિંગ સાથે પોલીસ પર હુમલો કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુમ્માની નમાઝ બાદ વડોદરામાં ફાટી નીકળેલા તોફાનોમાં 90ના ટોળા સામે ફરિયાદ 


શું છે કાશ્મીર પેટર્ન
પથ્થરબાજ શબ્દ કાશ્મીરથી આવ્યો છે. એમ કહો કે, કાશ્મીર માટે જ કુખ્યાત બન્યો છે. કાશ્મીરમાં સ્થાનિકો દ્વારા સુરક્ષા કર્મચારીઓ પર એકસાથે ત્રણ દિશામાંથી પથ્થરો ફેંકવામાં આવતા હતા. ઉપરથી ધાબા પરથી અને સામેથી લોકો દ્વારા પત્થર ફેંકાતા હતા. એટલે કે, સુરક્ષાદળો પર તમામ મોરચેથી એટેક થાય, અને તેઓ પાછા ફરે. તેમજ પત્થરબાજો ગલીના એવા છેડા પરથી પત્થર મારે છે કે ત્યાંથી છટકી શકાય. તેમજ તેઓની ઓળખ છતી ન થાય તે માટે તેઓ ચહેરા પર રૂમાલ બાંધે છે. 


અમદાવાદમાં પ્રથમ દિવસે થયેલા તોફાન અને વડોદરાના ફતેપુરા હાથીખાનામાં થયેલા તોફાનમાં કાશ્મીરના પેટર્નની ઝલક દેખાઈ હતી. પત્થર ફેંકનારાઓમાં 18 થી 25 વર્ષના યુવકોએ મોટો રોલ ભજવ્યો હતો. કહેવાય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી યુવકોને સોશિયલ મીડિયા તથા પત્રિકાઓના માધ્યમથી ભડકાવવામાં આવી રહ્યા હતા. તેથી યુવકો રસ્તા પર કાશ્મીર સ્ટાઈલથી ઉતરી આવ્યા હતા. વડોદરામાં થયેલા તોફાનમાં આ કાશ્મીર પેટર્ન જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. ત્યારે પોલીસે હાલ 90ના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે અને 35 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. 


આ પોપ્યુલર ગીતે YouTube પર ભૂક્કા બોલાવી દીધા, ઈન્ડિયાનો પહેલો રેકોર્ડ બનાવ્યો


કાશ્મીરમાં પથ્થરબાજ ક્યારથી શરૂ થયા
કાશ્મીરમાં પત્થરબાજો માટે સ્ટોન એજ શબ્દ પણ વપરાય છે. કહેવાય છે કે, ત્યાં બંદૂકો ગાયબ થઈ ગઈ હતી, અને તેનુ સ્થાન પત્થરોએ લીધું હતું. એક સમય હતો, જ્યારે શાંતમિજાજી કાશ્મીરીઓ એકબીજા પ કાંકરા પણ ફેંકી શક્તા ન હતા, ત્યાં પત્થર તેમનું સૌથી મોટું હથિયાર બની ગયું છે. પત્થરબાજોને તૈયાર કરવામાં અહીંનો રાજકીય માહોલ જવાબદાર છે, અને કંઈક અંશે હુરિયત નેતાઓ પણ. એક સમય એવો આવી ગયો હતો કે, રાજકીય હેતુ માટે વપરાતા પત્થરબાજોની એક આખી ફોજ બની ગઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....