આ પોપ્યુલર ગીતે YouTube પર ભૂક્કા બોલાવી દીધા, ઈન્ડિયાનો પહેલો રેકોર્ડ બનાવ્યો

ફેમસ પંજાબી સોન્ગ ‘લોંગ લાચી’ (Laung Laachi) વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ (YouTube) પર શુક્રવારે એક બિલિયન વ્યૂ સુધી પહોંચનારું પહેલું ભારતીય ગીત બની ગયું છે. બે વર્ષથી પણ ઓછા સમયમાં જ આ ‘લોંક લાચી’ નામની પંજાબી ફિલ્મનું ગીત ‘લોંગ લાચી’એ યુટ્યુબ પર 1 બિલિયન વ્યૂઝ મેળવી લીધા છે. 21 ફેબ્રુઆરી, 2018ના રોજ આ વીડિયો (VIDEO) ને ટી-સીરિઝે પોતાના પંજાબી યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું હતું.
આ પોપ્યુલર ગીતે YouTube પર ભૂક્કા બોલાવી દીધા, ઈન્ડિયાનો પહેલો રેકોર્ડ બનાવ્યો

અમદાવાદ :ફેમસ પંજાબી સોન્ગ ‘લોંગ લાચી’ (Laung Laachi) વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબ (YouTube) પર શુક્રવારે એક બિલિયન વ્યૂ સુધી પહોંચનારું પહેલું ભારતીય ગીત બની ગયું છે. બે વર્ષથી પણ ઓછા સમયમાં જ આ ‘લોંક લાચી’ નામની પંજાબી ફિલ્મનું ગીત ‘લોંગ લાચી’એ યુટ્યુબ પર 1 બિલિયન વ્યૂઝ મેળવી લીધા છે. 21 ફેબ્રુઆરી, 2018ના રોજ આ વીડિયો (VIDEO) ને ટી-સીરિઝે પોતાના પંજાબી યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું હતું.

જુમ્માની નમાઝ બાદ વડોદરામાં ફાટી નીકળેલા તોફાનોમાં 90ના ટોળા સામે ફરિયાદ 

પંજાબી ફિલ્મ ‘લોંગ લાચી’નું આ ટાઈટલ ટ્રેક છે, જે ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રિલીઝ થયું હતું. બહુ જ લોકપ્રિય થયેલા આ ગીતમાં એમી વિર્ક, નીરુ બાજવા અને અંબરદીપ જેવા કલાકારો છે. ગીતનું મ્યૂઝિક ગુરમીત સિંહે આપ્યું છે અને તેને ફેમસ સિંગર મન્નત નૂરે ગાયું છે. તો, લિરીક્સ હરમનજીતે લખ્યાં છે. જુઓ આ VIDEO

આ ગીતની એક એવી પોપ્યુલારિટી છે, કે તેના હિન્દી વર્ઝનને બોલિવુડ સ્ટાર કાર્તિક આર્યન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ લુકા-છૂપીમાં ફિલ્માવાયું છે, જે આ વર્ષની શરૂઆતામં રિલીઝ થઈ હતી.

હકીકતમા, યુટ્યુબ પર કેટલાક ગીતો એવા છે, જેને પોતાના ગીત, સંગીત અને તાલમાં પોપ્યુલારિટી મેળવીને 1 બિલિયન વ્યુ કાઉન્ટ મેળવી લીધા છે. પરંતુ લોંગ લાચી પંજાબી એકમાત્ર એવુ ભારતીય ગીત છે, જેણે આ રેકોર્ડ બનાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news