મૌલિક ધામેચા, અમદાવાદ: શહેરની સેન્ટ્રલ જેલના વધુ એક કેદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. કાચા કામના આરોપીને છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ અમદાવાદની સેન્ટ્રલ જેલમાં કાચા કામના એક આરોપીને 3જી મેના રોજ છાતીમાં દુ:ખાવો થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર બાદ જેલમાં પર લાવતી વખતે તેનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો, જે પોઝિટિવ આવ્યો. દરિયાપુર પોલીસે માર્ચમાં જેલમાં મોકલી આપતા કાચા કામના કેદીને સેપરેટ બેરેકમાં રાખવામાં આવ્યો હતો. અત્રે જણાવવાનું કે અત્યાર સુધીમાં સેન્ટ્રલ જેલના 12 કેદીઓ અને 4 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube