અમદાવાદના આ નવા વિસ્તારોમાં પ્રોપર્ટી ખરીદી રાખજો, ભવિષ્યમાં એવા ભાવ ઉંચકાશે કે કરોડોમાં રમશો
Ahmedabad Property Market Investment : ઔડાની 2041 સુધીના ડીપીમાં દહેગામ, અસલાલી, સાણંદ, કલોલ, સિંગરવા સહિતના વિસ્તારોનો સમાવેશ કરાયો છે. ઓલિમ્પિક આવતાંની સાથે જ આ વિસ્તારના વિકાસને ચાર ચાંદ લાગશે. સરકાર અહીં કરોડો રૂપિયા ખર્ચે વિકાસ કરી રહી છે. સરખેજથી લઈને સાણંદ અને કલોલ સુધીના વિસ્તારોનો વિકાસ થઈ જશે.
Ahmedabad Property Market અમદાવાદ : અમદાવાદ હવે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આવામાં અમદાવાદની વિકાસની હરોળ ચારેતરફથી ફેલાઈ રહી છે. ત્યારે ઔડા દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. ઔડા દ્વારા આગામી 2041 ના ડેવલપમેન્ટ પ્લાનની ટીપીને મંજૂરી મળી ગઈ છે. ફાઈનલ થયેલી ટીપીમાં નવા વિસ્તારોનો સમાવેશ કરાયો છે. તેથી જો તમે આગામી સમયમાં પ્રોપર્ટી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો આ વિસ્તારોમાં પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ કરજો, તમને ભવિષ્યમાં ચાર ગણી કમાણી કરાવશે. ઔડાની 2041 સુધીના ટીપીમાં દહેગામ, અસલાલી-જેતલપુર, સાણંદ, કલોલ, સંગરિવા, સઈજ, બારેજા, છારોડી સહિતના વિસ્તારોનો સમાવેશ કરાયો છે. ફાઈનલ થયેલી ટીપીમાં આગામી પાંચ વર્ષમાં ખોડિયાર, સાણંદ, મુથૈયા-બિલાસીયા-હંસપુરામાં નવી સુવિધાઓ વિકાસાવાશે. આ વિસ્તારોમાં તમે પ્રોપર્ટીમાં રોકાણ કરો છો તો તમને મોટો ફાયદો થવાની પૂરી સંભાવના છે.
ઓલિમ્પક છે મુખ્ય ટાર્ગેટ
અમદાવાદમાં રોકાણકારો હવે ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને રોકાણ કરી રહ્યાં છે. અત્યાર સુધી માત્ર નવા ફ્લેટ અને કોર્પોરેટ ઓફિસોમાં જ રોકાણ થતુ હતું. પરંતુ હવે ઓલમ્પિક રોકાણકારોનું મુખ્ય ફોકસ બન્યું છે. જેમાં હાઈફાઈ લક્ઝુરિયસ ફ્લેટ અને કોમર્શિયલ ઈમારતો બનશે. નવા વિસ્તારોમાં પણ મધ્યવર્ગીય લોકોને ધ્યાનમાં રાખીને ફ્લેટ બનશે, અને તેમને પોસાય તેવા ભાવે માર્કેટમાં મૂકાશે. પરંતુ હવે ફોકસ ઓલિમ્પિક હોવાથી ગેમિંગ ઝોન, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, વિવિધ એક્ટિવિટી માટે પણ રોકાણ કરી રમતગમત ક્ષેત્રે સહયોગ અપાશે.
અમેરિકાએ પૂરુ કર્યુ ભારતીયોનું મોટું સપનું, પહેલા ક્યારેય ન આપ્યા એટલા વિઝા આપ્યા
આ વિસ્તારોમાં શું શું બનશે
અમદાવાદ શહેરમાં કોર્પોરેશન અને ઔડા થઈને 375 ટાઈન પ્લાનિંગ યોજનાઓ બની છે. ઔડા દ્વારા 2023માં સાણંદ વિરમગામ રોડ પર આવેલા ઇન્ડસ્ટ્રીયલ ઝોનની 2 ટી પી યોજના 138- અ (રુપાવટી)-20452 હેક્ટર વિસ્તાર અને ટીપી યોજના 138-બ (રુપાવટી વસોદરા) 11632 હેક્ટર વિસ્તારની મળી કુલ 320 84 હેક્ટર વિસ્તારની ટી પી યોજના ગત 17મી જાન્યુઆરી 2023ના રોજ ટ્રાફટ સ્કીમ સબમીટ કરી છે, જેને મંજૂરી પણ મળી ગઈ છે. જેથી હવે પ્રિલીમનરી અને ત્યારબાદ ફાઇનલ ટી.પી સ્કીમ તૈયાર થશે ટીપી યોજના તૈયાર થઇ ગયા બાદ ભવિષ્યમાં અંદાજે 20 કિ.મી.ની લંબાઇના રોડ બનશે. ફુલ 77 હેક્ટર વિસ્તારના કુલ 47 જાહેર હેતુના પ્લોટ સત્તામંડળને સમયાંતરે પ્રાપ્ત થશે.
પાયલટ બની રાણા સમાજનું ગૌરવ વધાર્યુ આ દીકરીએ : કહ્યું, હું તો ઉડવા માટે જ બની છું
આ ઉપરાંત શું શું હશે
- સાણંદ વિરમગામના રુપાવટી અને વસોદરા વિસ્તારમાં સામાજિક માળખાકીય સુવિધા માટે 10 પ્લોટ મળશે, જેનો વિસ્તાર અંદાજે 1,08,380 ચો.મી થશે.
- સાણંદની પ્રિલિમનરી ચાર અને નવ ટીપીમાં 14 રિઝર્વેશન પ્લોટ મળશે
- સાણંદની 4અ અને 9 ની પ્રિલીમનરી, ટી.પી.માં કુલ 14 રિઝર્વેશન પ્લોટોનું પઝેશન સત્તામંડળને મળશે.
- ટી.પી1માં ગાર્ડન હેતુના કુલ 3 પ્લોટ થકી 56,036 યોમી અને જાહેર સુવિધા કેન્દ્રના પ્લોટ થકી 2110 યો.મી નું પઝેશન સત્તામંડળને મળ્યું છે
એસજી હાઇવેના વિકાસ મામલે મોટા સમાચાર
સરખેજથી ગાંધીનગર સુધીના હાઇવેની કાયાપલટ થવાની છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વિવિધ ચાર એજન્સીઓ મળીને સમગ્ર કામગીરી કરશે. એએમસી, ઔડા, જીએમસી અને નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા હાથ સમગ્ર આયોજન હાથ ધરાશે. હયાત રોડ ઉપર વિવિધ સ્થળે બ્યુટીફિકેશન, સ્કલ્પચર અને ગ્રીનરી સહીતની સુવિધાઓ ઉભી કરાશે. હયાત રોડ પર જ્યાં સુધારો કરવાની જરૂર હશે ત્યાં સુધારો પણ કરાશે. સમગ્ર પ્રોજેક્ટનું હાલ રાજ્ય સરકાર કક્ષાએ થઇ રહ્યુ છે વિવિધ પ્રેઝન્ટેશન થકી આયોજન ચાલી રહ્યું છે. સંબંધીત અધિકારીઓ અને મંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન પણ થઈ ચૂક્યુ છે.
મોટી દીકરીના લગ્નની આગલી રાતે પિતાએ કરી નાના જમાઈની હત્યા, સાળાએ પણ આપ્યો સાથ