US Visa : અમેરિકાએ પૂરુ કર્યુ ભારતીયોનું સૌથી મોટું સપનું, પહેલા ક્યારેય ન આપ્યા એટલા વિઝા આપ્યા
America Visa : અમેરિકાના વિઝાના પ્રોસેસિંગ ટાઈમમાં થયો ઘટાડો...2023માં 14 લાખથી વધુ ભારતીયોને આપવામાં આવ્યા અમેરિકાના વિઝા...વિઝિટર વિઝા એપોઈન્ટમેન્ટ માટેના વેઈટિંગ ટાઈમમાં પણ થયો ઘટાડો..
Trending Photos
Indians In America : ભારતીયો પર એકાએક મહેરબાન થયું છે અમેરિકા. અમેરિકાએ ભારતીયોને સૌથી વધુ વિઝા ઈશ્યૂ કરીને રેકોર્ડ બનાવ્યો છે. વર્ષ 2023માં 14 લાખથી વધુ ભારતીયોને અમેરિકા વિઝા ઈશ્યૂ કર્યાં છે. વિશ્વમાં દર 10માંથી એક ભારતીય અમેરિકન વિઝા ધરાવે છે. સાથે જ બીજી મોટી વાત એ છે કે, અમેરિકાએ વિઝિટર વિઝા એપોઈન્ટમેન્ટ માટેના વેઈટિંગ સમયમાં પણ ઘટાડો છે. વેઈટિંગ સમયમાં 75 ટકાનો ઘટાડો કરી દેવાયો છે.
2023માં 1.40 લાખ સ્ટુડન્ટ વિઝા ઈશ્યૂ થયા
વર્ષ 2023 માં અમેરિકાએ વિઝા મામલે ભારતીય પર ભરપૂર પ્રેમ લૂંટાવ્યો છે. અમેરિકાએ ગત વર્ષ 2023 માં 14 લાખ ભારતીયોને વિઝા જાહેર કર્યાં છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. આ ઉપરાંત વિઝિટર વિઝાના એપોઈન્ટમેન્ટ વેઈટિંગ ટાઈમમાં પણ 75 ટકાનો ઘટાડો કર્યો છે. અમેરિકન એમ્બેસીએ આ વિશેની માહિતી જાહેર કરી છે. જેમાં જણાવ્યું કે, દુનિયાભરમાં 10 અમેરિકન વિઝા અરજી કરનારાઓમાં એક ભારતીય છે.
દર 10 માંથી એક ભારતીય
અમેરિકન એમ્બેસીએ પોતાના નિવેદનમાં આગળ જણાવ્યું કે, વર્ષ 2023 માં ભારતમાં યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટે રિકોર્ડ તોડીને 14 લાખ અમેરિકન વિઝા જાહેર કર્યા છે. જે વર્ષ 2022 ની સરખામણીમં 60 ટકા વધારે છે. દુનિયાભરમાં વિઝા અરજી કરનારાઓમાં ભારતીય હવે 10 અમેરિકનમાંથી એક છે. વિઝિટર વિઝા (બી1/બી2) અમેરિકાના ઈતિહાસમાં 7 લાખથી વધુ અરજીની સંખ્યામાં બીજા સ્થાન પર પહોંચી ગયું છે. તો સાથે જ વિઝાના વેઈટિંગ પિરીયડમાં પણ ઘટાડો કરાયો છે. જે પહેલા 1000 દિવસ હતા, તેને બદલે હવે 250 દિવસ કરાયું છે.
1.4 લાખ વિઝા આપ્યા
આગળ અમેરિકન એમ્બેસીએ જણાવ્યું કે, અમેરિકન એમ્બેસીએ વર્ષ 2023 માં 14 લાખથી વધુ સ્ટુડન્ટ વિઝા આપ્યા છે. જે સતત ત્રીજા વર્ષના રેકોર્ડ બનાવતા દુનિયાના કોઈ પણ અન્ય દેશોની સરખામણીમાં વધુ છે. દુનિયામાંથી ટોપ-4 વિદ્યાર્થીઓ મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ અને ચેન્નાઈથી વિઝા પ્રોસેસિંગ કરાવે છે. ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકામાં ઈન્ટરનેશનલ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સનું સૌથી મોટું ગ્રૂપ બનાવ્યું છે. જે સંયુક્ત રાજ્યમાં ભણનારા 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓમાંથી એક ચતુર્થાંશથી વધુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે