મૌલિક ધામેચા: અમદાવાદના એક રિક્ષાવાળાએ ઈમાનદાર હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જોધપુરના એક પરિવારને પોતાની મહેનતની કમાણીના રૂપિયા અને મહત્વના દસ્તાવેજ પરત કરીને પોતાની ઈમાનદારી બતાવી છે. ઉલ્લેખનીય છે કે જોધપુરનો આ પરિવાર રાજસ્થાનથી મહિલાનાં ઓપરેશન માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો તે દરમ્યાન ૪ લાખ ભરેલી બેગ રીક્ષામાં જ મૂકીને ચાલ્યા ગયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિક્ષાવાળા લોકોની ઈમાનદારીના ઘણા કિસ્સાઓ ભૂતકાળમાં પણ તમે સાંભળ્યા હશે. ત્યારે વધુ એક ઈમાનદાર રીક્ષા ચાલકની ઈમાનદારી જોવા મળી. જેને ચાર લાખ ભરેલી બેગ મૂળ માલિકને લાલચ રાખ્યા વગર પરત કરી. વાત જાણે એમ છે કે રાજસ્થાનના જોધપુરનો એક પરિવાર ઓપરેશન માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે અમદાવાદમાં આવ્યો હતો. જે માટે તેમણે રાણીપ બસ માંથી ઉતરી વસ્ત્રાપુર સુધીની રીક્ષા કરી. આ દરમિયાન હોટેલ જોવાને નાસ્તો કરવામાં મહિલા પોતાની પાસે રાખેલી એક બેગ રિક્ષામાં ભૂલી ગયા. જોકે આ બેગમાં ઓપરેશન માટે લવાયેલા પૈસા અને દસ્તાવેજો પણ હતા. જોકે પરિવારને પૈસા ભરેલી બેગના હોવાની જાણ થતા જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરી હતી.


પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરીને મહિલાની બેગ માટે સીસીટીવીથી રીક્ષા શોધવાનું શરૂ કર્યું હતું. પોલીસ તપાસ કરી રહી હતી એ જ દરમિયાન ઈમાનદાર રિક્ષાવાળા ભાઈ બેગ લઈને સીધા જ પોલીસ સ્ટેશન હાજર થયા હતા અને પોલીસની હાજરીમાં જ મહિલાને પૈસા પરત કર્યા હતા.


આમ કોઈપણ લોભ લાલચ વગર આ રીક્ષા ચાલકે મહિલાને પૈસા પરત કરીને પોતાની ઉદારતા દર્શાવી હતી. બાદમાં પૈસા મળતા જ પરિવારમાં અને પોલીસમાં પણ ખુશી જોવા મળી હતી. પોલીસ તપાસનો ધમધમાટ અને રિક્ષાવાળાની ઉદારતાના લીધે એક માધ્યમ વર્ગના પરિવારને ઇલાજના પૈસા પરત તો મળી ગયા હતા. સાથે સાથે અમદાવાદના રિક્ષાવાળાએ કરેલા આ કામથી પરિવાર અને પોલીસે પણ રીક્ષા ચાલકની ઈમાનદારીને બિરદાવી હતી.