અમદાવાદ: અમદાવાદમાં જુના મકાન તૂટવાની ઘટનઓનો એક મહિનામાં જ મકાન ધરાસાઇ થવાની બીજી ઘટના સામે આવી છે. બાપુનગરમાં આવેલી સોનરીય વસાહતની છત અચાનક તૂટી પડી હતી. જોકે સદનસીબે મોટી નાજહાની નથી થઈ. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી સોનરીયા વસાહતમાં 18 નંબરના બ્લોકની છત તૂટી પડી હતી. આ ઘટના શનિવારે વહેલી સવારે બની છે. અચાનક છત તૂટતા ઘરમાં બે લોકો ફસાયા હતા. જોકે, સદનસીબે જાનહાની પહોંચી ન હતી, પરંતુ બે વ્યક્તિ ઘાયલ થયા છે. જેમને હાલમાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી આ વસાહત 75 વર્ષ જુની છે. જેમાં 5000થી વધારે લોકો રહે છે.



અગાઉ ઓઢવમાં પણ થઇ હતી ઇમારત ધરાશાઇ 
અગાઉ પણ27 ઓગષ્ટના દિવસે સાંજે ઓઢવમાં ગુરુદ્વારા પાસેના ઇન્દિરા ગરીબ આવાસ યોજનાના બે બ્લોક ધડાકાભેર તૂટી પડ્યા હતા. ફ્લેટ તૂટી પડ્યા ત્યારે તેમાં બે પરિવાર હાજર હતા. એક દિવસ પહેલા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બંને બ્લોકને ખાલી કરાવ્યા હતા. જોકે, વરસાદ અને રક્ષાબંધનનો તહેવાર હોવાથી બે પરીવાર ફરીથી અહીં રહેવા આવી ગયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે છ લોકોને સલામત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.