Tathya Patel : અમદાવાદમાં છાશવારે અકસ્માત થતા રહે છે, પરંતુ તેની કોઈ મોટી નોંધ લેવાતી ન હતી. પરંતુ ઈસ્કોન બ્રિજ પાસે થયેલા જેગુઆર કારના અકસ્માતે પહેલીવાર સરકાર અને તંત્ર બંનેની ઉંઘ હરામ કરી છે. 9 નિર્દોષ નાગરિકોના મોત બાદ તંત્રને ખબર પડી કે, આ હાઈવે પર સ્પીડ કેટલી જોખમી છે. અમદાવાદમાં અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આંકડો કહે છે કે, અમદાવાદમાં 68 ટકા અકસ્માતો તો ઓવરસ્પીડને કારણે જ થાય છે. જેમાં ટુ વ્હીલરના ચાલકોના જ સૌથી વધુ મોત નિપજે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અકસ્માત બાદ અમદાવાદના મોસ્ટ ડેન્જરસ રોડની માહિતી સામે આવી છે. અમદાવાદ શહેરમાં કુલ 97 અકસ્માત સ્પોટ છે, જેમાંથી 9 સ્પોટ તો એસજી હાઈવે પર જ છે. શહેર ટ્રાફિક પોલીસના એક સરવેમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. જેમાં એમ પણ જણાવાયુ છે કે, અમદાવાદ શહેરમાં દર મહિને સરેરાશ 100 થી વધુ અકસ્માત થયા રહે છે. 


સૌરાષ્ટ્રમાં સૌથી મોટી આફત : પૂરમાં તણાતા 8 ના મોત, આજે ભાવનગર-વલસાડ હાઈએલર્ટ પર


કયા કયા રોડ છે જોખમી 
વર્ષ 2022 માં ટ્રાફિક પોલીસ દ્વારા એક સરવે કરાયો હતો, જેમાં સામે આવ્યું કે, અમદાવાદમાં કુલ 97 અકસ્માત ઝોન છે. જેમાં સૌથી વધુ અકસ્માત એસજી હાઈવે પર જ થાય છે. કારણ કે, 9 સ્પોટ એસજી હાઈવે પર આવેલા છે. વર્ષ 2022 ના આ રિપોર્ટમાં માત્ર એસજી હાઈવે પર અકસ્માતનો આંકડો જોઈએ તો ચોંકાવનારો છે. 


  • અંદાજ પાર્ટી પ્લોટ પાસે 15

  • ઈસ્કોન ફ્લાયઓવર ઉપર 13

  • ઈસ્કોન ચાર રસ્તા પર 10

  • પકવાન જંક્શનથી થલતેજ અંજરપાસ રોડ પર 9

  • વાયએમસીએ ક્લબ પાસે 9

  • છારોડ પાટિયા અને ગુરુદ્વારાથી ગ્રાન્ડ ભગવતી વચ્ચે 7

  • કર્ણાવતી જંક્શન પાસે 6

  • ગોતા ચાર રસ્તા ઉપર 5 


યુકે જવાનો મોહ ભારે પડ્યો : દીકરાનુ લંડનમાં અપહરણ, ગુજરાતમાં પિતા પાસેથી ખંડણી માંગી


આમ, ગત વર્ષે જ એસજી હાઈવે પર વાયએમસીએ કક્લબથી છારોડી પાટિયા સુધી સર્જાયેલા અકસ્માતોની વણઝાર જોવા મળી. કુલ 81 અકસ્માતોમાં આ હાઈવે અનેક લોકોના જીવ ભરખી ગયો છે. તેમાં પણ રિપોર્ટ કહે છે કે, ગત વર્ષ કરતા 2023 માં અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. 


રિપોર્ટ કહે છે કે, લોકો માતેલા સાંઢની જેમ આડેધડ ગાડીઓ હંકારે છે. 66 ટકા અકસ્માત વળઆંક ન હોવાને કારણે થાય છે. એટલે કે, રસ્તો સીધો સપાટ હોવાને કારણે થતા રહે છે. તો 17 ટકા અકસ્માત વળાંકવાળા રસ્તા પર થઈ રહ્યાં છે. 


કેનેડાની ખુલ્લી ઓફર, ભારતીયો માટે એવી સ્કીમ લોન્ચ કરી કે શરૂ કરતા જ થઈ પડાપડી


ગુજરાત માર્ગ અકસ્માતમાં દેશભરમાં 10 માં ક્રમે છે. અમદાવાદમાં વર્ષ 2020 માં 1185 અને વર્ષ 2021 માં 1433 એમ મળીને કુલ 2623 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો ત્યારે બહાર આવ્યો, જ્યારે એક ઘનાઢ્ય પરિવારના નબીરા તથ્ય પટેલે ઓવરસ્પીડમાં ગાડી હંકારીને 9 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા.