યુકે જવાનો મોહ ભારે પડ્યો : દીકરાનું લંડનમાં અપહરણ, ને ગુજરાતમાં પિતા પાસેથી ખંડણી મંગાઈ

Jobs In UK : નડિયાદના યુવકનું લંડનમાં અપહરણ કરીને તેના પિતા પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, આ ખંડણી માંગનારા ગુજરાતીઓ જ હતા

યુકે જવાનો મોહ ભારે પડ્યો : દીકરાનું લંડનમાં અપહરણ, ને ગુજરાતમાં પિતા પાસેથી ખંડણી મંગાઈ

Gujaratis In UK : ગુજરાતીઓને સૌથી વધુ વિદેશમાં સેટલ્ડ થવાનો અભરખો હોય છે. પરંતુ હકીકત એ પણ છે કે, વિદેશી ધરતી પર સૌથી વધુ ગુજરાતીઓ જ ટાર્ગેટ પર હોય છે. અમેરિકા હોય, કેનેડા હોય કે પછી આફ્રિકા હોય, ગુજરાતીઓ સાથે લૂંટ, હત્યાના બનાવો બનતા રહે છે. ત્યારે હવે યુકે પણ ગુજરાતીઓ માટે સલામત નથી રહ્યું. લંડનમાં એક ગુજરાતી યુવકનું અપહરણ કરીને નડિયાદમાં રહેતા તેના પિતા પાસેથી ખંડણી વસૂલાઈ હતી. ત્યારે આ કિસ્સો ખતરાની ઘંટડી સમાન છે. 

જો તમને યુકે જવાનો મોહ હોય તો આ જરૂર વાંચી લેજો. નડિયાના યુવકનું લંડનમાં અપહરણ કરીને તેના પિતા પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, આ ખંડણી માંગનારા ગુજરાતીઓ જ હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 2 મેના રોજ આણંદમાં રહેતા રાહુલ દિલીપભાઈ પટેલ, વિશાલ સુરેશભાઈ વાઘેલા અને ધ્રુવ પટેલે નડિયાદમાં રહેતા સતીષભાઈ પારેખનો સંપર્ક કર્યો હતો. તેઓે તેમને ધમકી આપી હતી કે, અમારા માણસોએ લંડનમાં તમારા પુત્ર દેવ પારેખનું અપહરણ કર્યુઁ છે. જો તમારો જીકરી જીવતો જોઈતો હોય તો અમને 85 લાખ રૂપિયા આપી દેજો. નહિતર તમારા દીકરાને જાનથી મારી નાંખીશુ. 

નડિયાતના અક્ષર ટાઉનશીપમાં રહેતા સતીષભાઈ પારેખ અમદાવાદમાં રેલવેમાં નોકરી કરે છે. તેમનો દીકરે દેવ વર્ષ 2020 માં સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો અને વેમ્બલીમાં રહતો હતો. આ ફોન આવતા જ સતીષભાઈ નડિયાદ દોડી ગાય હતા. તેઓ અપહરણકારોએ આપેલા નંબર પર તેમને મળવા પહોંચ્યા હતા. જ્યાં ઉત્તરસંડા પાસેના ફાર્મહાઉસમાં મીટિંગ ગોઠવાઈ હતી. જ્યા અપહરણકારઓે લંડનમાં દેવ સાથે વાત કરાવી હતી. 

દીકરાનો અવાજ સાંભળીને પિતા સતીષભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે ફોન પર કહ્યું હતું કે, પપ્પા મને છોડાવો. આ લોકો મને મારે છે. આમ, વીડિયો કોલ પર દીકરાને જોઈને પિતા રીતસરના ડરી ગયા હતા. તેઓએ લંડનમાં દીકરાને છોડી દેવા આજીજી કરી હતી. તેઓએ અપહરણકારોની માંગણી સ્વીકારી હતી. તેઓએ રોકાણકારોને 15 લાખ રોકડા અને 28 તોલા સોનુ આપ્યુ હતું. પરંતુ આટલેથી ન માનતા અપહરણકારોએ સતીષભાઈ પેસાથી બાકીના રૂપિયાનો ચેક અને નોટરી કરાવી હતી. રૂપિયા મળતા જ લંડનમાં દેવને છોડી દેવાયો હતો. 

આ બાદ દેવ પારેખે લંડનમાં અપહરણકારો સામે ફરિયાદ કરી હતી. તો બીજી તરફ પિતા સતીષભાઈએ નડિયાદમાં ફરિયાદ કરી હતી. જેના બાદ કલાસી પોલીસ મથકમાં રાહુલ દિલીપભાઇ પટેલ, વિશાલ સુરેશભાઈ વાઘેલા, ધ્રુવ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news