Unlock-1 માં અનસેફ બન્યું અમદાવાદ, કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું
કુલ 21554 કેસ, મૃત્યુઆંક 1347, 24 કલાકમાં 21 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું. કંઈક આવી સ્થિતિ છે હાલ ગુજરાતની. ગુજરાતમાં પૂરઝડપે વધી રહેલા કોરોનાએ ગુજરાતની કેડ ભાંગી દીધી છે. ગુજરાતમાં 24 કલાકમાં 510 નવા કેસ નોંધાયા છે. તો છેલ્લાં 24 કલાકમાં 34 કેસ વધ્યા છે. આવામાં અમદાવાદ (Ahmedabad) માં કોરોનાએ જે રીતે માથુ ઉંચક્યું છે, તે અટકવાનું નામ લઈ જ નથી. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં નવા 343 કેસ વધ્યાં છે.
ઝી મીડિયા/બ્યૂરો :કુલ 21554 કેસ, મૃત્યુઆંક 1347, 24 કલાકમાં 21 જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધ્યું. કંઈક આવી સ્થિતિ છે હાલ ગુજરાતની. ગુજરાતમાં પૂરઝડપે વધી રહેલા કોરોનાએ ગુજરાતની કેડ ભાંગી દીધી છે. ગુજરાતમાં 24 કલાકમાં 510 નવા કેસ નોંધાયા છે. તો છેલ્લાં 24 કલાકમાં 34 કેસ વધ્યા છે. આવામાં અમદાવાદ (Ahmedabad) માં કોરોનાએ જે રીતે માથુ ઉંચક્યું છે, તે અટકવાનું નામ લઈ જ નથી. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદમાં નવા 343 કેસ વધ્યાં છે.
દક્ષિણ ગુજરાતમાં ત્રીજી કંપનીમાં બ્લાસ્ટ, અંકલેશ્વરની હિમાની ઈન્ડસ્ટ્રીમાં પ્રચંડ બ્લાસ્ટમાં 3 દાઝ્યા
ગુજરાતમાં કેસોની સંખ્યામાં મૃત્યુદર પણ વધી રહ્યો છે. આવામાં પહેલીવાર એવું બન્યું કે, કેસનો આંકડો 500ને પાર કરી ગયો છે. મોટાભાગનું અમદાવાદ ખૂલી ગયું છે, ત્યારે લોકોમાં કોરોના જેવું કંઈ અસ્તિત્વમાં હોય તેવું લાગતુ નથી. ત્યારે આ હર્ડ ઈમ્યુનિટી ગંભીર પરિણામ નોતરી શકે છે. તો બીજી તરફ, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અમદાવાદ ગ્રામ્યના કેસ 460 થયા છે. 24 કલાકમાં નવા 22 કેસ નોંધાયા અને બે દર્દીના મોત થયા છે.
અત્યાર સુધી ગ્રામ્ય વિસ્તારમાં કુલ 30 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 277 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. અમદાવાદ ગ્રામ્યનો ડિસ્ચાર્જ રેશિયો 60 ટકા છે. અમદાવાદ ગ્રામ્યના 19 ટકા એટલે 89 એક્ટિવ કેસ પૈકી 15 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 14 ટકા દર્દી એટલે કે 64 દર્દી કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. અમદાવાદ ગ્રામ્યમાં કુલ 30ના મોત એટલે કે 7 ટકા દર્દીના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર