અમદાવાદીઓને મોજ કરાવતી હેલિકોપ્ટર જોય રાઈડ ફરીથી શરૂ થઈ, આટલી છે એક રાઈડની ફી
Ahmedabad Joy Ride : અમદાવાદમાં ફરી હેલિકોપ્ટર જોયરાઈડ થઈ શરૂ... 1 વર્ષના વિરામ બાદ ફરી જોયરાઈડ કરાઈ શરૂ... રાજ્યના એવિએશન વિભાગની મંજૂરીથી જોયરાઈડ શરૂ કરાઈ
Ahmedabad News : અમદાવાદ રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલી હેલિકોપ્ટર જોય રાઈડ અંગે મોટા અપડેટ સામે આવ્યા છે. અમદાવાદીઓ આજથી ફરી એકવાર હેલિકોપ્ટર જોય રાઈડ માણી શકશે. રાજ્યના એવિએશન વિભાગ દ્વારા મંજૂરી મળતા આખરે 1 વર્ષના વિરામ બાદ પનુ જોય રાઇડ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે તમે ફરીથી હવામાં ઉડીને અમદાવાદની સફર માણી શકશો.
આજથી એરોટ્રાન્સ કંપનીનું હેલિકોપ્ટર 10 મિનિટ સુધી અમદાવાદમાં હવાઈ મુસાફરી કરાવશે. આ જોય રાઈડની ફી પ્રતિ વ્યક્તિ રૂ 2100 રૂપિયા ઉપરાંત GST રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે પુનઃ શરૂઆત સમયે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની વિવિધ શાળાના 5 શ્રમજીવી પરિવારના બાળકોને મુસાફરી કરાવાઈ હતી. આ પ્રસંગે મેયર, ડે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ધારાસભ્ય અને સ્કૂલ બોર્ડ સહિતના amc ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. હવે આ જોય રાઈડને કોઈ મુશ્કેલી ન આવે તે માટે શાસ્ત્રોક્ત વિધિ અને શ્રીફળ વધેરી જોયરાઇડ ની પુનઃ શરૂઆત કરાઈ હતી.
પ્રેમલગ્નના એક વર્ષમા દીકરીનો આપઘાત, સુરતના પાટીદાર પરિવારે જીગરના ટુકડાને ગુમાવી
લાંબા બ્રેક બાદ શરૂ થઈ રાઈડ
અમદાવાદમાં જોય રાઈડ શરૂ કરીને એક વર્ષ પણ પૂરુ થયુ નથી ને તે પહેલા જ તેના પાટિયા પડી ગયા હતા. અમદાવાદીઓ માટે ફેબ્રુઆરી મહિનામાં ગયેલુ હેલિકોપ્ટર જે ઉડ્યુ, તેના પછી પરત આવ્યુ જ ન હતું. અમદાવાદીઓ રિવરફ્રન્ટ પર જઈને હેલિકોપ્ટરમાં બેસી આખા શહેરનો નજારો જોવાની મજા માણતા હતા.
પત્ની સાથે ઝઘડા બાદ સાસરી ગયા તો સાવધાન રહેજો, જમાઈને સાસરીવાળાએ એસિડ પીવડાવ્યું
ઉલ્લેખનીય છે કે, રિવરફ્રન્ટ વોટર એરોડ્રામની પાસે જ હેલી પેડ પણ બનાવવામાં આવ્યું છે. જેમા અમદાવાદનો એરિયલ વ્યૂ બતાવવામાં આવે છે. આ રાઈડ મોટાભાગે ફુલ જ રહેતી હતી. હેલિકોપ્ટર તમને સાતથી વીસ મિનિટ સુધી અમદાવાદનો આકાશી નજારો બતાવાતો હતો. પરંતુ અચાનક કયા કારણોસર આ રાઈડ બંધ કરી દેવાઈ હતી. તે હવે ફરીથી શરૂ કરવામાં આવી છે.
કેનેડા જઈ આવું પણ થાય છે, 500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય લટકી ગયું, હવે ના ઘરના ના ઘાટના