Ahemdabad News : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદ BJP કાર્યાલય પર ઢોલ-નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આખો દેશ હાલ પૂર્વ વડાપ્રધાનના નિધનનો શોક મનાવી રહ્યો છે, સરકારી કાર્યક્રમો મોકૂફ કરાયા છે, આ વચ્ચે અમદાવાદના મણિનગર વિસ્તારના ભાજપના કાર્યાલયમાં જોરદાર આતશબાજી સાથે ઉજવણી કરાઈ હતી. ત્યારે કોંગ્રેસે આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટરોને પરમાત્મા સદબુદ્ધિ આપે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં પૂર્વ વડાપ્રધાન રાષ્ટ્રીય શોક વચ્ચે મણિનગરમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વોર્ડ પ્રમુખના નામ જાહેર થતા ભાજપ કાર્યકર્તાઓએ આતશબાજી કરી હતી. રાષ્ટ્રીય શોક વચ્ચે જોરદાર આતિશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર દેશમાં પૂર્વ પ્રધાનમંત્રીના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. ઉજવણીના વીડિયોમાં ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ પણ નજરે આવ્યા હતા. એટલું જ નહિ, રાષ્ટ્રીય શોક વચ્ચે ભાજપના નેતાઓ નાચગાન કરતા જોવા મળ્યા હતા. 


આજના લેટેસ્ટ અપડેટ, હવામાન વિભાગે ગુજરાતમાં કડક શિયાળા માટે આપ્યું મોટું એલર્ટ


કોંગ્રેસે આતિશબાજી મુદ્દે ભાજપ પર કર્યા આકરા પ્રહાર....
ભાજપના કાર્યકરોએ નવા વોર્ડ પ્રમુખ જાહેર થતા કરી જાહેરમા ઉજવણી કરી હતી. મણિનગરના વોર્ડ પ્રમુખ નામ જાહેર થતા, કાર્યકરો અને ધારાસભ્યોએ ધમાલ મસ્તી કરી હતી. ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે પુર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ નિધન બાદ દેશમા જ્યારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ત્યારે આ ઉજવણી કેટલી યોગ્ય.


ગુજરાતનો આ સમાજ પરિવર્તનના માર્ગે! લગ્નમાં પહેરામણી, સગાઈના જૂના નિયમો બદલી નાંખ્યા