આજના લેટેસ્ટ અપડેટ, હવામાન વિભાગે ગુજરાતમાં કડક શિયાળા માટે આપ્યું મોટું એલર્ટ

Coldwave Alert In Gujarat : જમ્મુ કાશ્મીરથી માઉન્ટ આબુ સુધી ભારે હિમવર્ષા થઈ રહી છે. પ્રવાસીઓ અને સ્થાનિકોએ બરફ વર્ષાની મજા માણી રહ્યાં છે. પરંતું હજુ પણ તાપમાનનો પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉપરથી ઠંડા પવનો સાથે વધ્યું કડકડતી ઠંડીનું જોર વધ્યું છે. નલિયામાં સતત 6 ડિગ્રીથી નીચે તાપમાનનો પારો પહોંચી ગયો છે. 
 

ગુજરાતમાં ઠંડી વધી, જુઓ ક્યારે કેટલો પારો પહોંચ્યો 

1/4
image

માવઠા બાદ ફરી રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. પહાડી પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, 5.6 ડિગ્રી સાથે કચ્છનું નલિયા ગુજરાતનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. રાજકોટમાં 9.3 અને ભુજમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું. પોરબંદરમાં 11.4 અને અમરેલીમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં 13 અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. દ્વારકામાં 14.4 અને અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન રહ્યું. હવે ઠંડીમાં ઉત્તરોતર વધારો થવાની આગાહી છે. આગામી 10 જાન્યુઆરી સુધી રાજ્યમાં ઠંડીનું જોર રહેશે તેવી કડક ચેતવણી છે. 

જાન્યુઆરીમાં ઠંડીનો બીજો રાઉન્ડ આવશે

2/4
image

IMD અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી 2-3 દિવસ દરમિયાન ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ રહેશે, જ્યારે 30 ડિસેમ્બરથી કેટલાક ભાગોમાં શીત લહેર પ્રવર્તશે. 1 થી 4 જાન્યુઆરી 2025 દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. 6 જાન્યુઆરી 2025 થી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરવા માટે એક નવું પશ્ચિમી વિક્ષેપ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે.

વરસાદ બાદ હાડ થીજવતી ઠંડી પડશે 

3/4
image

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, અત્યારે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. બીજી તરફ ઉત્તરના પર્વતીય પ્રદેશો પરથી એક પછી એક પશ્ચિમી વિક્ષોપ પસાર થઈ રહ્યા છે. જેના પરિણામે રાજસ્થાનના ઉત્તર-મધ્ય ભાગ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી પુરતો ભેજ મળતા તે મજબૂત બન્યું છે. જેથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ હતી. 28 ડિસેમ્બર સુધીમાં ગુજરાત માવઠારૂપી મુસિબતમાંથી મુક્ત થઈ જશે. જેના બીજા દિવસ એટલે કે 29 ડિસેમ્બરથી રાબેતા મુજબ ઠંડીનું જોર વધવાથી શિયાળો જામશે.   

આજથી આકરી ઠંડી પડશે 

4/4
image

ગુજરાતમાં બદલાયેલા મોસમના મિજાજનું કારણ આપતા અંબાલાલ પટેલે કહ્યું કે, ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતનો કમોસમી વરસાદ રહેશે. જેને કારણે 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી પડશે. ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચે જશે. ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે. ગાંધીનગરનું ન્યૂનતમ તાપમાન ૮ ડિગ્રી પહોંચી શકે છે.