ઉદય રંજન/અમદાવાદ :એક તરફ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પોલીસને દારૂ અને જુગારના કેસ પર ફોકસ કરવા સૂચન કર્યું છે. તો બીજી તરફ, અમદાવાદમાં ખુદ પોલીસ કર્મી જ બૂટલેગર પાસે દેશીદારૂની હેરાફરી કરાવતો હોવાનો વીડિયો બૂટલેગરે વાયરલ કરતા દારૂબંધી સામે અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે. જોકે, આ વીડિયોની પુષ્ટિ ZEE 24 કલાક નથી કરી રહ્યું. અમદાવાદના સરદારનગરના બૂટલેગરનો વીડિયો વાયરલ થયો છે. શહેરકોટડામાં દેશી દારૂ વેચવા માટે પોલીસ કોન્સ્ટેબલે મદદ કરી બુટલેગરના રૂપિયા ફસાઈ જવાનો આક્ષેપ કર્યો છે. વીડિયોમાં કેતન પરમાર, અશોક અને રફીક નામના શખ્સોનો ઉલ્લેખ કર્યો છે. ત્રણેય પોલીસના વહીવટદર હોવાનો આક્ષેપ છે. શું દારૂનો ધંધો કરવામાં પોલીસ કર્મીઓ મદદ કરી રહ્યાં છે, શું 5 બુટલેગરને પરમિશન લઈ દારૂ સપ્લાય કર્યા બાદ વહીવટદારે રૂપિયા લીધા છે અનેક સવાલો ઉભા થયા છે.   


આ પણ વાંચો : પ્રતિકાર રેલી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓને નજરકેદ કરાયા, હાર્દિક પટેલની અટકાયત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બૂટલેગરે પોલીસ કર્મચારીઓને દોઢ લાખ આપ્યા હતા 
વીડિયોમાં રોહન ગારંગે નામનો બુટલેગર ખુલાસા કરતા કહે છે કે, હું શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનો ધંધો કરું છું. કેતનભાઈ નામના વહીવટદાર પાસેથી મેં દારૂ વેચવાની પરમિશન લીધી છે. કેતનભાઈ અને રફીકભાઈ વહીવટદાર છે. કેતનભાઈની નોકરી એસઓજી ક્રાઈમબ્રાન્ચ અને રફીકભાઈની નોકરી દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં છે. રોજના રૂ. 15000 નક્કી કર્યા હતા. 14 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધી રોજના 15000 આપ્યા હતા. શહેરકોટડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અશોકભાઈનો ફોન આવ્યો હતો કે 10 દિવસના પૈસા એડવાન્સ જમા કરાવવા પડશે. જેથી મારુ ઘર ગિરવે મૂકી 1 લાખ રૂપિયા આપ્યા હતા. રૂપિયા આપ્યા બાદ વહીવટદારે ધંધો બંધ કરાવી દીધો હતો અને શહેરકોટડા વિસ્તારમાં બે દિવસમાં મેં નેવુબેન, પપ્પૂભાઈ, સુરેશ વજેસિંહ, પંચમ અને પખાભાઈ જેઓ દારૂનો ધંધો કરે છે, તેઓને રોહનને કોઈ પૈસા ન આપતા એવું વહીવટદારે કહી દીધું હતું. તેના કરતાં વધુ એક મોટો બુટલેગર શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ સપ્લાય કરતો વહીવટદારને મળી ગયો હોવાના કારણે તેઓએ મારો દારૂનો ધંધો બંધ કરાવી દીધો. બૂટલેગર રોહને વહીવટદારોએ લીધેલા દોઢ લાખ રૂપિયા પરત માંગ્યા છે.


આ પણ વાંચો : આપત્તિ આવે કે દુર્ઘટના બને, એક મિનિટ પણ રાહ જોયા વગર પહોંચી જાય છે RAF


વીડિયો પર પોલીસનો ખુલાસો 
રાજ્યમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે અમદાવાદના શહેરકોટડા પોલીસ મથકમાં દેશી દારૂ વહેંચવા માટેની પરવાનગી અમદાવાદ શહેર પોલીસના પોલીસ કોન્સ્ટેબલે આપી હોવાનો સરદારનગરના બૂટલેગરનો કથિત વીડિયો વાયરલ થયો છે. શહેરકોટડા પોલીસ સ્ટેશન ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. ત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રોહન નામના બૂટલેગર પાસાં ન થાય તે માટે વીડિયો બનાવી પોલીસ પર આરોપ લગાવાનું કાવતરું બનાવ્યું છે. બૂટલેગરના વીડિયો મામલે શહેરના ઉચ્ચ અધિકારીએ ખાનગી તપાસ શરૂ કરી છે.


બૂટલેગર પર 11 જેટલા ગુના 
શહેરકોટડામાં ખુલ્લેઆમ વહીવટદારોની રહેમનજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો અને વહીવટદારે રૂપિયા લીધા બાદ દારૂનું વેચાણ બંધ કરાવ્યા હોવાના આક્ષેપ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં દેશી દારૂનો સપ્લાય કરતા બૂટલેગરે અનેક ખુલાસા કર્યા છે. જેથી શહેરકોટડા પોલીસ પર અનેક સવાલ ઉભા થયા છે. ત્યારે વીડિયો વાયરલ કરનાર બૂટલેગર રોહન ગારંગે વીડિયો બનાવ્યો છે. રોહન ગારંગે પર બૂટલેગર વિરુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 11 જેટલા પ્રોહીબ્રિશન ગુના નોંધાઈ ચૂક્યા છે.


આ પણ વાંચો : ‘ભાગતા નહિ, શાંતિ રાખજો....’ કહીને સિંહના ટોળા નજીક પહોંચ્યા યુવકો, Video


બૂટલેગરનો કથિત વીડિયો વાયરલ થતા એસીપી કક્ષાના અધિકારીએ તપાસ શરૂ કરી છે. પરંતુ એક મહિનામાં શહેરકોટડા પોલીસ મથકમાં બૂટલેગર રોહન સામે દારૂની હેરાફેરીના બે કેસ નોંધવામાં આવ્યા. બૂટલેગર રોહન સામે પાસાની કાર્યવાહી તૈયાર થઇ રહી હોવાથી પણ આ આક્ષેપ કર્યા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે. ત્યારે આ વીડિયો મામલે તપાસ કરી અને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા બાદ બૂટલેગર વિરુદ્ધ પણ વીડિયો મામલે ગુનો નોંધાઈ શકે છે.