આપત્તિ આવે કે દુર્ઘટના બને, એક મિનિટ પણ રાહ જોયા વગર પહોંચી જાય છે RAF

હુલ્લડોથી માંડીને આંદોલનોમાં સુરક્ષા કન્ટ્રોલ કરવા માટે હંમેશા આરએએફની ટીમ અગ્રેસર હોય છે 

ઉદય રંજન/અમદાવાદ :7 ઓક્ટોબર એટલે RAF નો સ્થાપના દિવસ. RAF એટલે રેપિડ એક્શન ફોર્સ. ભારતમાં વર્ષ 1990 માં મોટા પાયે કોમી હુલ્લડો થયા હતા અને સામાજિક અરાજકતાની મોટી ઘટનાઓ ઘટી હતી, જેને ધ્યાનમાં રાખીને CRPF સાથે મળીને 7 ઓક્ટોબર, 1999 ના રોજ ભારત સરકાર દ્વારા RAF ની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે તેના સ્થાપના દિવસ પર તેની કેટલીક મહત્વની માહિતી જાણી લઈએ. 

1/5
image

આ ફોર્સ મુખ્યત્વે દેશના કોઈપણ વિસ્તાર કે રાજ્યમાં થતા તોફાનો હુલ્લડો અને કાયદો અને વ્યવસ્થા કથળી હોય તે પરિસ્થિતિને ઓછા બળ પ્રયોગ દ્વારા કાબૂમાં લઇ લે તેવી તેની ક્ષમતા છે. 

2/5
image

આ ફોર્સનો દેશના દરેક રાજ્યમાં થતી ચૂંટણીમાં, આંદોલનો, રથયાત્રા, ગણેશ વિસર્જન, મહોરમ, તાજિયા સહિતના તહેવારોમાં મદદ લેવામાં આવે છે. 

3/5
image

આ ફોર્સની ખાસિયત એ છે કે, આવી પરિસ્થિતિમાં ખૂબ જ ઓછા સમયમાં પોતાની જવાબદારી સ્વીકારી કાયદો અને વ્યવસ્થા ફરી સુસ્થાપિત કરવામાં નિષ્ણાત છે. 

4/5
image

RAF ની કુલ દેશમાં 15 બટાલિયન છે, જેમાં એક ગુજરાતમાં પણ સ્થાઈ છે. 

5/5
image

RAF જાટ આંદોલન મરાઠા આંદોલન, પાટીદાર, ખેડૂત આંદોલન, NRC અને CAA ની સાથે કોવિડ  19ની મહામારીમાં પણ પોલીસ સાથે રહીને ઉલ્લેખનીય કામગીરી કરે છે.