Accident News ચેતન પટેલ/સુરત : હોળી પર્વ મનાવી ધુળેટીના દિવસે ફોઈના ઘરેથી પરત સરથાણા ખાતે રહેતા કાકાના ઘરે જઈ રહેલા સીએના વિદ્યાર્થીને સીમાડા નાકા બીઆરટીએસ રોડ પર એક અજાણ્યા એમ્બ્યુલન્સ વાહનના ચાલકે અડફેટે લેતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતક વિદ્યાર્થી અમદાવાદ ખાતે રહી સીએનો અભ્યાસ કરી રહ્યો હતો. સીએની પરીક્ષાનું કેન્દ્ર સુરત હોય હાલ મૃતક કાકાના ઘરે રહેતો હતો. બીજી તરફ અકસ્માતની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં છાશવારે અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. તેમજ ભૂતકાળમાં બીઆરટીએસ રૂટમાં પણ અકસ્માત સર્જાયા હોવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે આવો જ એક વધુ બનાવ સુરતમાં સામે આવ્યો છે મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના બગસરા તાલુકાના નવી હળિયાદ ગામનો વતની અનીલ રાજેશ ગોદાણી (ઉંમર 21 વર્ષ) અમદાવાદ ખાતે સીએનો અભ્યાસ કરતો હતો. અનિલની સીએની પરીક્ષાનું સેન્ટર સુરતમાં આવ્યું હતું. પરીક્ષા સેન્ટર સુરતમાં હોય તે સુરતમાં સરથાણા સ્થિત શિવાય હાઈટ્સમાં રહેતા તેના કાકા કુમન ગોધાણીના ઘરે રોકાયો હતો.


ફેમસ ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટી, જાણો કેમ તૂટ્યો 5 વર્ષનો સંબંધ


દરમ્યાન ગત 7 મી અનિલ શુકન રેસીડેન્સીમાં રહેતી ફોઈના ઘરે ધૂળેટી મનાવવા ગયો હતો. ત્યાર બાદ બુધવારે સાજે સરથાણા સ્થિત ઉમંગ હાઈટ્સની સામે બીઆરટીએસ રોડ ક્રોસ કરતા અનિલને અજાણ્યા એમ્બ્યુલન્સ ચાલકે અડફેટે લીધો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


સીજે ચાવડાએ ઠાલવી વ્યથા : વિધાનસભા મહાભારત જેવી લાગે, કોની સામે લડવું? અમારા જ નેતા


અકસ્માતની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે યુવક બીઆરટીએસનો રસ્તો ક્રોસ કરવા જઈ રહ્યો હતો અને આ દરમ્યાન એક એમ્બ્યુલન્સ ત્યાંથી પુરપાટ ઝડપે પસાર થઇ હતી અને એમ્બ્યુલન્સની ટક્કર લાગતા તે ફંગોળાઈ ગયો હતો. જેમાં તેને માથામાં તેમજ હાથ અને પગના ભાગે ઈજાઓ પહોચી હતી બીજી તરફ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. 


આ શાળામાં ભણવા માટે ફી આપવી નથી પાડતી, પરંતુ શાળા દર મહિને આપે છે 5000 રૂપિયા