સીજે ચાવડાએ ઠાલવી વ્યથા : વિધાનસભા મહાભારત જેવી લાગે, કોની સામે લડવું? સામે ઢગલાબંધ નેતા કોંગ્રેસી છે

Gujarat Vidhansabha : આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાનો કટાક્ષ સાંભળી અધ્યક્ષ સહિત બધા ધારાસભ્યો હસવા લાગ્યા

સીજે ચાવડાએ ઠાલવી વ્યથા : વિધાનસભા મહાભારત જેવી લાગે, કોની સામે લડવું? સામે ઢગલાબંધ નેતા કોંગ્રેસી છે

Gujarat Vidhansabha : ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 11મો દિવસ હતો. આજે મળશે વિધાનસભાની બે મહત્વની બેઠકો મળી હતી. સવારે 10 વાગ્યે મળશે વિધાનસભાની પ્રથમ બેઠક મળી હતી. જેમાં ગુજરાત સરકારે રજૂ કરેલું ગુજરાત વિનિયોગ વિધેયક  વિધાનસભા ગૃહમાં બહુમતીથી પસાર થયુ હતું. જેના બાદ બપોરે 3.30 વાગ્યે પ્રશ્નોત્તરી કાળ શરૂ થયો હતો. જેમાં લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન વિવિધ સંકલ્પ પણ સરકારે રજૂ કર્યા. ત્યારે ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે અજીબ ચર્ચા જોવા મળી હતી. કોંગ્રેસના ધારાસભ્ય 

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયામ શાસક અને વિપક્ષ સામે ચર્ચા ચાલતી હોય છે. અનેકવાર આ ચર્ચા બહુ રસપ્રદ બની જતી હોય છે. તો ધારાસભ્યો કટાક્ષમાં નિવેદનો આપી જતા હોય છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડાએ ભાજપ પર કટાક્ષ કર્યો હતો. તેઓએ મહાભારતને યાદ કરીને વ્યથા ઠાલવી હતી. વિધાનસભામાં ડો સીજે ચાવડાએ કહ્યું કે, વિધાનસભામાં મહાભારત જેવું લાગે છે. વિધાનસભામાં મહાભારતની જેમ કોની સામે લડવાનું. શાસક પક્ષમાં પણ રાઘવજી પટેલ, કુંવરજી બાવળીયા, સીકે રાઉલજી, અલ્પેશભાઈ, હાર્દિકભાઈ સહીત અનેક નેતા કોંગ્રેસી છે. આ તો ધર્મની લડાઈ છે એટલે લડવી તો પડે. આજે ગૃહમાં તમામ લોકો અમારા જ છે. મારે કોની સામે લડવું. 

સીજે ચાવડાના આ નિવેદન બાદ વિધાનસભામાં હાસ્યનુ મોજું ફેરવાઈ ગયુ હતું. આ બાદ સીજે ચાવડા અને અધ્યક્ષ વચ્ચેના સંવાદ પણ રસપ્રદ બની રહ્યા હતા. અધ્યક્ષે સી.જે. ચાવડાને કહ્યું હતું કે, આજે અર્જુનને વિષાદ યોગ નથી થયો કર્ણને વિષાદ યોગ થયો છે. તેમના આ જવાબને લઈને સી જે ચાવડાએ સામે તુરંત જવાબ આપ્યો હતો કે, કર્ણ તો જીતુભાઈ છે પણ તે હાજર નથી એટલે હું ના બોલ્યો. ગૃહમાં આ ચર્ચામાં બંને પક્ષમાં કર્ણ કોણ તે અંગે અંદરો અંદર ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. 

તો બીજી તરફ, વિધાનસભામાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચામાં સામે આવ્યું કે, ગુજરાતનું જન્મનાર દરેક બાળક રૂપિયા 70 હજારના દેવા સાથે જન્મ લે છે. વિધાનસભા ગૃહમાં અંદાજપત્ર પર બોલતાં કોંગ્રેસના નેતા સીજે ચાવડાએ ટકોર કરી કે, 3 લાખ કરોડના બજેટ સામે રાજ્યનું દેવું પણ 3 લાખ કરોડ રૂપિયાનું પહોચ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news