અતુલ તિવારી, અમદાવાદ: હાલમાં રાજ્યભરમાં મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના કેસો સામે આવી રહ્યા છે. ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા એપેડેમીક એક્ટ ૧૮૯૭ અન્યવયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી (CM) ના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે બધી સિવીલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ (Ahmedabad), વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર (Jamnagar) માં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રોગની અસર જેમને થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આ રોગનો વ્યાપ વધે નહિ તે માટે આરોગ્ય તંત્ર  શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી છે.

મ્યુકરમાયકોસીસની સારવારમાં એક સુત્રતા માટે ૧૧ તજજ્ઞ-તબીબોની ટાસ્કફોર્સની કરાઇ રચના, ૧૪.૩ ટકા દર્દીઓ થયા સાજા


ત્યારે મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) મામલે GTU ના ફાર્મસી વિભાગના વડાએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના કેસ ચોમાસાની સિઝનમાં વધે તેવી પુરેપુરી શક્યતા છે. 


GTU ના ફાર્મસી વિભાગના વડા સંજય ચૌહાણે (Sanjay Chauhan) જણાવ્યું હતું કે વરસાદી અને ભેજવાળા વાતાવરણમાં ફંગસ (Fungus) નો ગ્રોથ વધી શકે છે જેના લીધે કેસ વધવાની શક્યતા છે. ભીનું માસ્ક સતત પહેરી રાખવું સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ગરમીના કારણે પરસેવાથી માસ્ક ભીનું થઇ જાય છે. જેથી લોકોએ ત્રણ ચાર માસ્ક સાથે સ્પેરમાં રાખવા જોઇએ. ફંગસ(Fungus) થી બચવું હોય તો માસ્ક બદલીને પહેરવું જરૂરી છે. 

સુરતના આર્યુવેદિક અને હોમિયોપેથીક ડૉક્ટર્સનો દાવો, મ્યુકોરમાઈકોસીસના દર્દીને એલોપેથી વગર કર્યા સાજા


૧૪.૩% દર્દીઓ થયા સાજા
રાજ્યભરમાં મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૮૧.૬% દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જયારે ૧૪.૩% દર્દીઓ સાજા થયા છે તેમજ ૪.૧% દર્દીઓના મૃત્યુ થયા છે. વયજૂથની દૃષ્ટિએ જોઇએ તો, આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.૫% દર્દીઓ ૧૮ વર્ષથી ઓછી વયના, ૨૮.૪% દર્દીઓ ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના, ૪૬.૩% દર્દીઓ ૪૫ થી ૬૦ વર્ષની ઉંમરના છે જયારે ૨૪.૯% દર્દીઓ ૬૦ થી વધારે વયના છે. 

વડોદરામાં બ્લેક ફંગસના 8 લાખ ઇન્જેક્શનનું રો મટેરિયલ બનાવતી દેશની એકમાત્ર કંપની


મ્યુકોરમાઇકોસીસનો પુરૂષોને વધુ ખતરો
આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે. આ રોગમાંના માત્ર ૩૩.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સીજનની જરૂર પડી હતી. જયારે ૬૬.૫% દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ નહોતી.


૧૧ તજજ્ઞ-તબીબોની એક ટાસ્ક ફોર્સની રચના
અત્રે ઉલ્લેખનીય છે હાલમાં જ રૂપાણી સરકાર દ્વારા મ્યુકોરમાઇકોસીસ (Mucormycosis) ના દર્દીઓની સારવાર માટે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય, ઝડપી સારવાર મળે તેવા હેતુથી ૧૧ તજજ્ઞ-તબીબોની એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા સતત પરામર્શ કરીને સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે. 

મેહુલના ગીત સંગીતના લાઈવ પર્ફોમન્સ સાથે દર્દીઓ મિલાવે છે સુર, તાળીઓના તાલે ભૂલ્યા તેમનું દર્દ

-: રાજ્યમાં મ્યુકરમાયકોસીસના કેટલાક તારણો :-
- આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે-અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે.
- આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.૫% દર્દીઓ ૧૮ વર્ષથી ઓછી વયના, ૨૮.૪% દર્દીઓ ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના, ૪૬.૩% દર્દીઓ ૪૫ થી ૬૦ વર્ષની ઉંમરના છે. ૨૪.૯% દર્દીઓ ૬૦ થી વધારે વયના છે.
- કુલ દર્દીઓમાંથી ૫૯.૦૦% દર્દીઓને ડાયાબીટીસ, ૨૨.૧% દર્દીઓને ઈમ્યુનો કોમ્પ્રોમાઈઝડ જયારે ૧૫.૨% દર્દીઓને કોમોર્બિડ કન્ડિશન હોવાનું સામે આવ્યું છે.
- આ રોગમાંના માત્ર ૩૩.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સીજનની જરૂર પડી હતી. જયારે ૬૬.૫% દર્દીઓને ઓક્સિજન જરૂરિયાત ઊભી થઇ નહોતી.
- ૪૯.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન સ્ટીરોઇડ થેરાપી આપવામાં આવી હતી.
- જયારે ૫૦.૫% દર્દીઓમાં સ્ટીરોઇડ થેરાપીની જરૂર પડી નહોતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube